Delhi

સાંડેસરા ૧૬ હજાર કરોડ સામે ૯૦૦ કરોડ ચુકવવા તૈયાર

નવીદિલ્હી
સ્ટર્લિગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા પરિવારની બેન્ક કૌભાંડ કેસમાં તપાસ થઈ હતી. હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં જણાવ્યા મુજબ કેસની પતાવટ માટે સાંડેસરા પરિવારે રૂપિયા ૯૦૦ કરોડના બાકી લેણાં ભરપાઈ કરવા તૈયારી બતાવી છે. સાંડેસરા પરિવાર પર બેન્ક સાથે રૂપિયા ૧૬,૦૦૦ કરોડનું બેન્ક કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે. જાેકે ઈડી સાંડેસરા પરિવારની રૂપિયા ૧૪,૫૨૧.૮૦ કરોડની સંપત્તિ પર ટાંચ મૂકી ચૂકી છે. સાંડેસરા પરિવાર અને બેન્ક્‌સ વચ્ચે વન ટાઇમ સેટલમેન્ટ માટે સમજૂતી થઈ હતી. આ મહિનાના આરંભે આ કેસમાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં સાંડેસરા પરિવાર વતી અરજી કરીને કેસની પતાવટ માટે રૂપિયા ૯૦૦ કરોડની ચુકવણી માટે તૈયારી બતાવી હતી. અરજદાર પોતે આ કેસના આરોપી પણ છે. અરજીમાં જણાવ્યા મુજબ સાંડેસરા પરિવારે આ કેસમાં કુલ રૂપિયા ૧,૫૦૦ કરોડ જેટલી પરત ચુકવણી કરવાની બાકી છે. પરિવાર દ્વારા બેન્ક્‌સને રૂપિયા ૬૦૦ કરોડની ચુકવણી થઈ ચૂકી છે. બાકી લેણાં રૂપિયા ૯૦૦ કરોડ જેટલા જ છે. આ મહિનાના આરંભે થયેલા કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે સાંડેસરા પરિવાર બાકી લેણાં ત્રણ મહિનામાં ભરી દેવા તૈયાર છે. આ કેસમાં કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા ધારાશાસ્ત્રીએ સાંડેસરાએ અરજીમાં જે આંકડાના દાવા કર્યા છે તેની ચકાસણી કરવા સમય માગ્યો હતો. તે અરસામાં કેન્દ્ર સરકાર સાંડેસરા સામે કોઈ પગલાં નહીં લે તેવી કોર્ટને ખાતરી પણ આપવામાં આવી હતી. સરકારના વકીલે જણાવ્યું હતું કે સરકારના વલણ સંબંધે આવતા મહિના સુધીમાં તેઓ કોર્ટને વાકેફ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *