નવીદિલ્હી
કોવિડ મહામારી માટે જવાબદાર સાર્સ-કોવ-૨ના સ્પાઇક પ્રોટીનમાં ૧૨૭૩ અમિનો એસિડ છે જે ઇમ્યુનિટી ક્ષમતાને ઉત્તેજિત કરે છે. નવા ઓમિક્રોનના વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં હાલ ૩૨ અમિનો એસિડમાં ફેરફાર થઇ ગયો છે. આથી ઓમિક્રોનની સામે વેક્સીન કેટલીક હદ સુધી કારગર થવાની સંભાવના છે. ઇન્સાકૉગ એ પણ આ જ કહ્યું છે કે ઓમિક્રોન એન્ટિબોડીઝ ધરાવતા લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ હોવાનું જણાય છે પરંતુ તે ગંભીર લક્ષણો પેદા કરવામાં સક્ષમ નથીજ્ ઇન્સાકૉગ એ દુનિયાભરમાંથી આંકડા એકત્રિત કરી તેના હવાલે કહ્યું કે શરૂઆતની આકરણીમાં ઓમિક્રોનથી થઇ રહેલ બીમારીનું સ્તર પહેલાં આવેલી લહેરોની સરખામણીમાં નજીવા જ દેખાઇ રહ્યા છે. જાે કે નબળી ઇમ્યુનિટી ધરાવતા વૃદ્ધોને ઓમિક્રોન કંઇ હદ સુધી પ્રભાવિત કરશે તે હજી સુધી સ્પષ્ટતા થઇ નથી. આથી ખતરાનું સ્તર હજુ પણ વધુ છે.કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ફેલાવાની ઝડપ દરરોજ વધી રહી છે. આ જ કારણ છે કે નાઇટ કર્ફ્યુ સહિત અન્ય પ્રતિબંધોને લઇ મોટા બાળકોનું રસીકરણ આપવાની રણનીતિ તૈયાર કરાઇ છે. આ બધાની વચ્ચે ભારતીય સાર્સ-કોવ-૨ જીનોમિક્સ કન્સોર્શિયા ૈંદ્ગજીછર્ઝ્રંય્ એ પોતાના તાજા બુલેટિનમાં માન્યું કે ઓમિક્રોન રસી કે વાયરસના સંક્રમણથી પેદા થયેલ વેક્સિન ઇમ્યુનિટીને પણ ભેદવામાં કેટલીક હદ સુધી સક્ષમ છે. જાે કે પૂણેની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ ઓમિક્રોન સ્ટ્રેનને અલગ કરવામાં સફળતા મેળવી લીધી છે. તેના લીધે હવે એન્ટીબોડીને માત આપવા માટે ઓમિક્રોન કેવી ચાલ ચાલે છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાશે. ૈંઝ્રસ્ઇએ એક રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ પોતાના તમામ મ્યુટેશનોની સાથે અલગ કરી દેવાયો છે. આ મોટી સફળતા છે જેનાથી રસીની અસરકારકતાનો અભ્યાસ કરી શકાશે. અમે આવતા બે સપ્તાહમાં એ જાણવામાં સક્ષમ હોઇશું કે કોવિશીલ્ડ અને કોવેક્સીન ઓમિક્રોનની વિરૂદ્ધ કેટલીક હદ સુધી કારગર છે. આ ક્રમમાં વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ મળી જશે કે જે લોકોમાં કોરોનાના કોઇ જૂના વેરિઅન્ટના સંક્રમણથી એન્ટીબોડીઝ બની, શું ઓમિક્રોન એના પર પણ હુમલો કરવામાં સક્ષમ છે? એક અધિકારીએ કહ્યું કે વાયરસને અલગ કરવો મહત્ત્વપૂર્ણ સફળતા છે અને આ જાણવાની દિશામાં પહેલું પગલું છે. હવે અમે કોવિશીલ્ડ અને કોવેક્સીનની સાથો સાથ સંક્રમણથી પેદા થયેલ એન્ટીબોડી પર ઓમિક્રોનની અસરનો પણ અભ્યાસ કરી શકીશું. અભ્યાસમાં એ વાતની પણ ખબર પડી જશે કે ઓમિક્રોન વેક્સીનથી ઉભી થયેલ એન્ટીબોડીની તુલનામાં સંક્રમણથી પેદા થયેલ એન્ટીબોડને ભેદવામાં કયાં સુધી સક્ષમ છે.
