છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી છોટાઉદેપુરમાં તેમજ આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવા નું ઉત્તમ કાર્ય કરી રહી છે કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આવે તો હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે વર્ષ ૨૦૨૧ ની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈ હતી જેમાં પ્રેગ્નન્સી ને લગતી 12052 ઈમરજન્સી, અકસ્માત ને લગતી 3525 ઈમરજન્સી ,કોરોના ની 1077 ઇમર્જન્સી ,શ્વાસ લેવામાં તકલીફ પડતી એવા 835 ઈમરજન્સી,પેટમાં દુખાવાની 2068 ઈમરજન્સી,ઝેરી દવા પીવાની 774 ઈમરજન્સી તેમજ હૃદય રોગને લગતી 363 ઇમર્જન્સી તેમજ બાકીની અન્ય ઇમરજન્સીને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવા ની આ મોહીમ માં મહત્વનો ફાળો આપ્યો હતો આ બાબતની જાણકારી ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર જલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર દ્વારા આપવામાં આવેલ છે


