Gujarat

જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત નાગરિક સંરક્ષણ યુનિટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

, ગુજરાત નાગરિક સંરક્ષણ દળના જામનગર યુનિટ દ્વારા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝના ૫૯માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ નાગરિક સંરક્ષણ કચેરી,લાલ બંગલા કંમ્પાઉન્ડ,જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનુ જિલ્લા મેજીસ્ટ્રેટ અને નિયંત્રકશ્રી, નાગરિક સંરક્ષણ, જામનગરડો.સૌરભ પારધીએદિપ પ્રાગટ્ય કરીઉદધાટનકર્યુ હતુ.જેમાં પ્રથમ રકતદાતા તરીકે નાયબ નિયંત્રકશ્રી, નાગરિક સંરક્ષણકચેરી,જામનગર શ્રી વી.કે ઉપાધ્યાયના ધર્મપત્નિ શ્રીમતી શિલ્પાબેનઉપાધ્યાય દ્વારા રક્તદાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં નાગરિક સંરક્ષણ દળના માનદ પદાધિકારીઓ, વોર્ડનો, કચેરી સ્ટાફ તથા ગૃહ રક્ષક દળ, જામનગરના કમાન્ડન્ટશ્રી, સબ ઈન્સ્પેકટરશ્રી તથા હોમગાર્ડઝ જવાનો વગેરેએ ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લઈ રકતદાન કર્યુ હતું.

આ રક્તદાન શિબિરમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજના સ્ટાફે ઉપસ્થિત રહી રક્તદાન શિબિરની કાર્યવાહી પાર પાડવામાં જહેમત ઉઠાવી હતી, રક્તદાન શિબિરમાં ૫૦ જેટલા  રક્તદાતાઓએરકતદાન કર્યુ હતું. જેઓને નાયરા એનર્જી, જામનગર દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા.

 

raktdaan-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *