Gujarat

દાહોદ-ઝાલોદ હાઈવે પર ૨ કાર સામસામે અથડાતા ૪ વ્યક્તિ ગંભીર

દાહોદ
દાહોદથી ઝાલોદ જતાં હાઇવે પર આજે મંગળવારે સવારે એક અકસ્માત થયો હતો. જેમાં બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો હોવની આશંકાઓ હતી. જાે કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પરંતુ બંન્ને કારમાં સવાર ૪ વ્યક્તિઓને નાનીમોટી ઇજાઓ થતાં તેમને દવાખાને લઇ જવામાં આવ્યા છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો તેમજ પસાર થથતા વાહન ચાલકોની ભીડ સ્થળ પર એકઠી થઇ ગઇ હતી. જેની જાણ થતાં પોલીસ પણ આવી ત્યાં આગળ આવી પહોંચી હતી. જાે કે અત્યાર સુધીમાં કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી. નોંધનીય છે કે આ રસ્તા પર ટોલ બુથ પણ આવેલું છે, તેમ છતાં રસ્તો ખખડધજ થઇ ગયો છે. વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવાતા હોવા છતાં રસ્તાઓનુ સમારકામ ન કરાતાં સ્વાભાવિક રીતે જ લોકોમાં આક્રોશ છે. આ સમગ્ર રસ્તા પર મસમોટા ખાડા પડી ગયેલા છે. જેથી આવા ખાડાઓને કારણે પણ અકસ્માત ન સર્જાય તેના માટે રસ્તાનું સમારકામ કરવાની લોક માંગ ઉભી થઈ છે.દાહોદ-ઝાલોદ રોડ પર બે કાર સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવારા માટે દવાખાને લઇ જવામાં આવ્યા છે. આજે મંગળવારે સવારે જ અકસ્માત સર્જાતાં હાઇવે પર લોકોમાં ટોળાં એકઠાં થઇ ગયાં હતાં, તેમજ પોલીસ પણ દોડી આવી હતી. દાહોદ જિલ્લામાં છાશવારે માર્ગ અકસ્માતો થઇ રહ્યા છે. તેમાં પણ અમદાવાદ-ઇન્દૌર હાઇવે પર મહત્તમ અકસ્માતો થાય છે. આ હાઇવે પર દાહોદ શહેર પાસેનો રસ્તો તો જાણે અકસ્માત ઝોન જ બની ગયો હોય તેટલા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેવી જ રીતે દાહોદ-બાંસવાડા રોડ પર પણ અકસ્માત થતાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *