બારડોલી,
અવધ મેં આનંદ ભયો , જય રઘુવીર રામ કી ‘ અને ‘જય જલારામ બાપા કી’ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે પ્રાણીમાત્રનો પ્રેમ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે પરમાત્મા એ પ્રગટ થવું પડે છે. આ પ્રસંગે સરદાર ક્રેડીટ સો.ના પ્રમુખ જ્યંતીભાઈ પટેલ , બારડોલી જનતા ક્રેડીટ સો. ના ઉપપ્રમુખ નિરંજનભાઈ માનાજી ઉપસ્થિત રહ્યા હતાસુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા આયોજીત પત્રકાર કલ્યાણ નિધિ ના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૧૪ મી રામકથામાં આજે રામજન્મ ઉત્સવ અને જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી. ગોવિંદાશ્રમના પ્રમુખ દિનેશભાઇ સી. દેસાઈ દ્વારા રામલાલાનું પારણું ઝુલાવાયું હતું.
