ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજ્ય સરકાર દ્વારા ૨૪ કલાક મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઈન ટીમ વધુ એક મહિલાને વહારે આવી છે.
તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાત્રીના સમયે કડકડતી ઠંડીમાં ૪ માસના બાળક સાથે માતાની કાઢી મુકવાની ઘટના સામે આવતા. એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી પીડિતા માટે મદદની રજૂઆત કરી હતી. જેથી ફરજ પરના કાઉન્સેલર ધોળીયા મનીષા અને કોન્સ્ટેબલ જિજ્ઞાસા તેમની તેમની ટીમ સાથે પર તાત્કાલિક ધટના સ્થળ પર પહોંચ્યા હતાં. પીડિત મહિલા રાતના સમયમાં ૪ માસના બાળક સાથે કડકડતી ઠંડીમાં ધ્રુજતા હતા. જેથી તેમને અભયમ્ ટીમની ગાડીમાં બેસાડી તેમનુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સામે આવ્યું કે, પિડિત મહિલાએ પ્રેમલગ્ન કર્યા હતા. જે તેમના પિતાની મરજી વિરુદ્ધ અને અન્ય જ્ઞાતિના યુવાન સાથે કર્યા હતા.
પીડિતાએ પુછપરછમાં જણાવ્યું કે, હું મારા સાસરા પક્ષથી અલગ હોવા છતાં તેમના દ્વારા હું બીજી જ્ઞાતિની હોવાથી સતત અપમાનિત કરતાં રહે છે. અને મારા પતિ નશો કરવાની આદત ધરાવે છે. આમ, પતિએ પણ તુ ના જોઈએ એમ કહી ઘરમાંથી કાઢી મુકી છે. પિડિતાની આપવીતી સાંભળી અભિયમ્ની ટીમે પિડિતાને આશ્વાસન આપવાની સાથે તેમના ઘરે જઈ સાસુ- સસરા તથા તેના પતિનું કાઉન્સિલિંગના માધ્યમથી સમજાવટના પ્રયત્નો કર્યાં હતા. આ સમગ્ર પરામર્શ દરિમિયાન સાસુ-સસરા વાતચીતથી સહમત થયા હતા. પરતું પીડિતાના પતિ નશાની હાલતમાં હોય તેવું જણાતું હોવાથી તેની સાથે તેમની પત્ની અને બાળકને મૂકવા સુરક્ષિત ન હતું. તેમજ પીડિતા પણ તેમના પતિ સાથે રહેવા માંગતા ન હોવાથી તેમના પિયરપક્ષ સાથે વાતચીત કરી પરતું તે પણ સાથે રાખવા તૈયાર ન થયા હતા. જેથી પીડિતાની પરિસ્થિતિ ધ્યાનમાં લઈ તેમને આશ્રય તેમજ કાનૂની સહાય મળી રહે માટે સખી વન સ્ટોપ સેંટર ખાતે પીડિતાની અનુમતિથી લઈ જવામાં આવ્યાં હતાં.


