Gujarat

ઊંઝાના દાસજ ગામની ૧૭ વર્ષિય સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ

મહેસાણા
ઊંઝા તાલુકામાં આવેલા દાસજ ગામની એક ૧૭ વર્ષની સગીરા પોતાના ઘરેથી ગામમાં આવેલી દુકાને જવાનું કહીને નીકળી હતી. જાે કે સમય જતાં દીકરી ઘરે પરત ના ફરતાં પરિવારે પોતાની દીકરીની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં ગામમાં અને સગા-સંબંધીઓને ત્યાં પણ પૂછપરછ કરતા ક્યાંક ભાળ ન મળતા તેણીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. દીકરીને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ભગાડી જવા મામલે હાલમાં સગીરાના પિતાએ ઊંઝા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ફરિયાદ નોંધાવી છે.મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા પાસે આવેલા દાસજ ગામમાં એક સગીરા ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં સગીરાની શોધખોળ કર્યા બાદ પણ ક્યાંક ભાળ ન મળતાં પિતાએ પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *