જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
ચેરમેન પદે જેંન્તીભાઇ હીરપરા તેમજ વાઇસ ચેરમેન તરીકે હરેશભાઇ ગઢીયા ની વરણી કરવામાં આવી
સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠાભર્યુ સ્થાન ધરાવતા જેતપુર માર્કેટયાર્ડના નવા સુકાનીઓની ચૂંટણી માટે રાજકોટના જીલ્લા રજીસ્ટ્રાર કપુપરાના અધ્યક્ષસ્થાને બેઠક થઈ હતી. ચેરમેનપદ માટે જેન્તીભાઇ હિરપરા તથા વાઈસ ચેરમેન માટે હરેશભાઇ ગઢીયાના નામની દરખાસ્ત થઈ હતી. તમામ ડાયરેકટરોએ સંમતી આપી હતી. અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા બન્ને હોદેદારોની ચૂંટણી બીનહરીફ થઈ હતી.
જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે માર્કેટયાર્ડની વર્ષ ૨૦૨૧–૨૬ ના પ્રથમ ટર્મ માટે ચેરમેન અને વા.ચેરમેનની ચુંટણી શ્રી જીલ્લા રજીસ્ટ્રાર શ્રી વી.આર.કપુરીયા સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા , જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા,યાર્ડના પૂર્વ ચેરમેનશ્રી દિનેશભાઈ ભુવા,રાજકોટ જીલ્લા ડેરીના પ્રમુખશ્રી ગોરધનભાઈ ધામેલીયા,શહેર ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ જોગી,નગરપાલીકા પ્રમુખશ્રી સુરેશભાઈ સખરેલીયા , ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી.ડી.પટેલ,ડા.એન્ડ પ્રી.ના પ્રમુખશ્રી જેન્તીભાઈ રામોલીયાની ઉપસ્થીતીમાં યોજાયેલ જેમાં ચેરમેન તરીકે શ્રી જયંતીભાઈ હીરપરા તથા વા.ચેરમેન તરીકે શ્રી હરેશભાઈ ગઢીયા ની યાર્ડની પ્રથમ ટર્મ માટે સર્વાનુમતે વરણી થયેલ આ પ્રસંગે ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાએ જેતપુર માર્કેટ યાર્ડનું બોર્ડ ૪૦ વર્ષના શાસનમાં પ્રથમ વાર બીનહરીફ થયેલ હોય તેનો ઉલ્લેખ કરી અને આજરોજ યોજાયેલ ચુંટણીમાં વરણાયેલી નવી ટીમને ખેડુત લક્ષી તેમજ વેપારીઓનો પણ સર્વાંગી વિકાસ થાય તેમજ જેતપુર માર્કેટીંગ યાર્ડ સુવીધા લક્ષી બને એવા પગલા ભરી કામગીરી કરવા તેમજ તેઓ તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી આપી શુભેચ્છા પાઠવેલ .આ તકે માજી પ્રમુખશ્રી દિનેશભાઈ ભુવાએ તમામ આગેવાનો તથા બોર્ડ ઓફ ડિરેકટરોનો પોતાના કાર્યકાળ દરમ્યાન મળેલ સહકાર બદલ અભાર વ્યકત કરી નવી વરણાયેલી હોદેદારોને શુભેચ્છા આપી સહકારની સંપૂર્ણ ખાત્રી આપેલ તેમજ શહેર તથા તાલુકાના વિવિધ આગેવાનોએ નવા ચુંટાયેલાપ્રમુખશ્રી જયંતીભાઈ હીરપરા તથા વા.ચેરમેનશ્રી હરેશભાઈ ગઢીયા ને અભીનંદન પાઠવેલ વધુમાં પ્રમુખશ્રી જયંતીભાઈ હીરપરા તથા વા.ચેરમેનશ્રી હરેશભાઈ ગઢીયા એ પોતાના વકતવ્યમાં જેતપુર માર્કેટીંગ યાર્ડને ખેડુતો માટે વધારેમાં વધારે સુવીધા યુકત બનાવવા અને વેપારી , કમીશન એજન્ટભાઈ ને પણ ખુબ સારા વેપાર રોજગાર વધે તેવા પ્રયાસો કરી જેતપુર માર્કેટીંગ યાર્ડને વિકાસ લક્ષી બનાવવા ખાત્રી આપી દરેક આગેવાનો,કર્મચારી ગણ તથા બોર્ડ ઓફ ડીરેકટરોનો આભાર વ્યકત કરેલ .
હરેશ ભાલીયા જેતપુર


