Gujarat

પોરબંદરના પ્રવેશદ્વાર સમાન નરસંગ ટેકરી પાસે બ્રીજની બંને તરફના સર્વિસ રોડ છેલ્લા એક વર્ષ થી બિસ્માર હાલતમાં

પોરબંદર
પોરબંદરના પ્રવેશદ્વાર સમાન નરસંગ ટેકરી ખાતે આવેલ ફલાયઓવર બ્રીજની બંને તરફના સર્વિસ રોડ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી બિસ્માર હાલતમાં છે. મગરની પીઠ જેવા આ સર્વિસ રોડને તાત્કાલિક રીપેર કરવા પોરબંદર શહેર કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ નેશનલ હાઈવે વિભાગ તથા કલેકટરને લેખીતમાં રજુઆત કરી જણાવ્યું છે કે, આ સર્વિસ રોડ ઉપરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે. એક તરફ નરસંગ ટેકરીથી સાંદીપની સુધીની તમામ સોસાયટીઓના રહેવાસીઓ તથા બીજી તરફ રાજીવનગર અને રોકડીયા હનુમાન મંદીર તરફની તમામ સોસાયટીઓના રહેવાસીઓ આ સર્વિસ રોડનો આવન જાવનમાં દરરોજ ઉપયોગ કરે છે. એક વર્ષથી પણ વધારે સમયથી આ બંને તરફના સર્વિસ રોડ ઉપરનો ડામર ઉખડી અને મસ મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. વાહન અકસ્માતો અને ખાડાઓના કારણે વાહનોમાં નુકશાની અને જાનહાનીના પણ અનેક બનાવો બને છે. આજ દિન સુધી આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ ન હોય જેથી નેશનલ હાઈવે વિભાગ તથા કલેકટરના સ્વાગત સહ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી છે.

ROAD.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *