અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આર.જે.ટીબ્રેવાલ કોલેજના દ્ગજીજી યુનિટ અને ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરી દ્વારા સાથે મળીને વિદ્યાર્થીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.તમામ વિદ્યાર્થીઓએ એક રેલી યોજી હતી જેમાં ઢોલ વગાડીને રેલી નીકળવામાં આવી હતી અને કેમ્પસમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા અને માસ્ક પહેર્યું હોય તેમને ત્રણ તાડીનું માન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી લાયબ્રેરીના લાયબ્રેરીયન યોગેશ પારેખે જણાવ્યું હતું કે, કેસ ફરીથી વધી રહ્યા છે જેથી સંક્રમણ ના ફેલાય તે માટે માસ્ક અંગે જાગૃતિ લાવવા ઢોલ સાથે રેલી નીકળવામાં આવી હતી. લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા તથા રસીકરણ અંગે પણ જાગૃતિ આવે તે માટે વિદ્યાર્થીઓને સ્લોગન વાળા બોર્ડ પણ આપવામાં આવ્યા હતા.કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, લોકો માસ્ક અને અન્ય નિયમો ભૂલી રહ્યાં છે ત્યારે ફરીથી અગાઉની જેમ સંક્રમણ ના ફેલાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં એક અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઢોલ સાથે રેલી કાઢવામાં આવી હતી અને માસ્ક વિના ફરતા લોકોને ઢોલ વગાડીને માસ્ક અંગે જાગૃત કરવામાં આવ્યાં અને તેમને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.


