Gujarat

સાવરકુંડલા શહેરમાં જીએસટી ના દર વધારાવાના વિરોધમા સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશન દ્વારા સજ્જડ બંધ પાળી સખ્ત શબ્દોમાં સરકારનાં આ કરવેરા વધારાનાં પગલાંને વખોડી કાઢવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
જીએસટીના દર ૧૨ ટકા  વધારાવાના વિરોધમાં  સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશને તારીખ ૩૦-૧૨-૨૧ ગુરૂવારના રોજ ગારમેન્ટની તમામ દુકાનો બંધ પાળી જીએસટીનો વિરોધ દર્શાવેલ છે. આ વિરોધમાં સાવરકુંડલા ગારમેન્ટસના તમામ વેપારી સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે એમ  સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશનના પ્રમુખશ્રી કમલ શેલારની એક અખબારી યાદીમાં જણાવેલ છે.. આમ પણ આજના યુગમાં ગારમેન્ટસ એ જીવન જરૂરિયાતની પાયાની ચીજવસ્તુ તરીકે ગણવામાં આવે છે. ગારમેન્ટસ પર કરનું  ભારણ વધતાં ગારમેન્ટસમાં નોંધનીય ભાવવધારો થઈ શકે જે સામાન્ય જનતા માટે અસહ્ય જ કહેવાય અને પરિણામસ્વરૂપે તેની માંગ મર્યાદિત થાય અને તેની સીધી અસર ગારમેન્ટસનાં વેપારધંધા પર પડે. આમ એક તો આ વર્ષે જ તોકતે વાવાઝોડાનો માર પડ્યો વળી છેલ્લા ઘણાસમયથી કોરોનાને કારણે પણ અર્થતંત્રને મંદીમાં ધકેલ્યું. સતત વધતાં બેરોજગારી અને મોંઘવારી સામે જનતા પણ ત્રાહીમામ પોકારી ઊઠી હોય એવાં સમયે આ વેરા વધારો ઝીંકાવાથી ગારમેન્ટસ ઉદ્યોગને મોટું નુકસાન પણ થઈ શકે છે. માંડમાંડ બેઠું થતું અર્થતંત્ર ફરી પાછું મંદીની માયાજાળમાં જકડાઈ શકે છે. સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશન આ વેરા વધારોની સખ્તાઈથી વિરોધ કરે છે અને તેનાં અનુસંધાને તારીખ ૩૦ ડીસેમ્બર ૨૦૨૧ નાં રોજ પોતાના કામધંધા, દુકાન બંધ રાખીને સજ્જડ બંધ પાળીને વિરોધ વ્યક્ત કરેલ છે.

IMG-20211230-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *