નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૨૨માં લિથુઆનિયામાં એક નવા ભારતીય મિશન ખોલવાને મંજૂરી આપી છે. લિથુઆનિયામાં ભારતીય મિશન ખુલવાથી ભારતના રાજદ્વારી સંબંધો અને રણનીતિક સહયોગ વધારવા, દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ અને આર્થિક વિકાસને સક્ષમ કરવા, લોકોથી લોકો વચ્ચે મજબૂત સંપર્કની સુવિધા, બહુપક્ષીય મંચોથી સારા આઉટરીચમાં મદદ મળશે. લિથુઆનિયામાં ભારતીય મિશન ભારતીય સમુદાયની સારી સહાયતા કરશે અને તેના હિતોની રક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના ર્નિણયની જાણકારી આપતા જણાવ્યું કે, દેશના ૧૦ રાજ્યોમાં ૨૫૪૨ મોબાઇલ ટાવરને આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળે ૨જીથી ૪જીમાં અપગ્રેડ કરવા માટે ૨૪૨૬ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ બધા ટાવર નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં છે, તેમાં આર્ત્મનિભર ભારતમાં બનેલા ૪જી કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક તથા ટેલીકોમ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આ બધાને બીએસએનએલ જ અપગ્રેડ કરી સંચાલિત કરશે. અનુરાગ ઠાકુરે તે પણ કહ્યું કે, મંત્રીમંડળે ખરીફ સિઝન માટે ફાસ્ફેટિક અને પોટાસિક ખાતરોના ભાવને મંજૂરી આપી છે. આ સીઝન માટે ખાતરોની ખરીદી પર ૬૦,૯૩૯.૨૩ કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. તેનાથી કિસાનોને રાહત મળશે. તેમાં સ્વદેશી વિનિર્માણ અને ડીએપીની આયાત માટે વધારાની મદદ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં માર્ચ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૪ સુધી પીએમ સ્વાનિધિ યોજના યથાવત રાખવાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને સરળતાથી લોનની સુવિધા આપવામાં આવી રહી છે. આ યોજનામાં ૫૦૦૦ કરોડ રૂપિયાની રકમ માટે લોનની સુવિધા કરવામાં આવી છે. આજની મંજૂરીએ લોનની રકમને વધારી ૮૧૦૦ કરોડ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિએ આજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર સ્થિત ૫૪૦ મેગાવોટની ક્વાર જળ વિદ્યુત પરિયોજના માટે ૪૫૨૬.૧૨ કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી આપી છે. પરિયોજનાનું કામ મૈસર્સ ચિનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરશે. જે એનએચપીસી અને જેકેએસપીડીસીની વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ કંપની છે. આ પરિયોજનાથી એક એવરેજ વર્ષમાં ૧૯૭૫.૫૪ મિલિયન યુનિટ વિજળી ઉત્પન થશે.
