Delhi

સુરેશ રૈના બીસીસીઆઈને બીજાે કોઈ વિક્લ્પ આપવા કહેતો વીડીયો વાયરલ

નવીદિલ્હી
સુરેશ રૈના આ વીડિયોમાં કહી રહ્યો છે, ‘જાે તમને આઇપીએલની કોઈ ટીમ દ્વારા લેવામાં ના આવે અને તમે ઈન્ટરનેશનલમાં પણ રમી રહ્યાં નથી, તો બીસીસીઆઈએ ખેલાડીઓને બહારની લીગમાં મોકલવા જાેઈએ. સીપીએલ હોય કે બિગ બેશ લીગ, ખેલાડીઓ ત્યાં જાય અને પરફોર્મ કરે જેથી તેઓ વાપસી કરી શકે. જેમ વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં આવે છે અને સારું પ્રદર્શન કરે છે અને પછી પોતાની ટીમમાં પરત ફરે છે. એવુ કંઇક ગમે તે થાય, કે એવું લાગે કે અમે તૈયાર છીએ. જાે દરેક વ્યક્તિ અમને અવગણે છે, તો એવું લાગે છે કે અમારી પાસે પ્લાન મ્ નથી. અમે બહાર જઈશું, ફિટ રહીશું, સારું રમીશું. આઈપીએલમાં સુરેશ રૈનાએ ૨૦૫ મેચમાં ૩૨થી વધુની એવરેજથી ૫૫૨૮ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ૩૯ સદી સામેલ છે. જાે કે તેમ છતાં રૈનાને ૈંઁન્ની કોઈ ટીમે ખરીદ્યો ન હતો. રૈનાને ફરીથી ન ખરીદવા પાછળ ચેન્નાઈ સુપર કિંગ્સની દલીલ એ હતી કે તે તેમની ટીમમાં યોગ્ય બેસી રહ્યો નથી. જાે કે આ પછી રૈનાના ચાહકોએ ચેન્નાઈ સુપર કિંગ્સને ખૂબ ટ્રોલ કર્યું હતુ. સોમવારે પણ ચેન્નાઈએ રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પછી ફ્રેન્ચાઈઝીને ઘણું ખરુ સાંભળવું પડ્યું.જે ખેલાડીને મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતો હતો. તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાના બેટીંગ વડે જીતાડી હતી. જે ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલ ટાઇટલ જીત દરમિયાન ચાર વખત ટીમમાં હતો, હવે તે ખેલાડી કોઈપણ ટીમનો હિસ્સો નથી. આ વાત સુરેશ રૈનાની કરવામાં આવી રહી છે, જેને આઇપીએલ ૨૦૨૨ ની હરાજીમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ફરીથી રૈના પર દાવ લગાવ્યો ન હતો અને અન્ય ટીમો પણ તેને ખરીદવા ઉત્સુક દેખાતી ન હતી. રૈનાને અવગણ્યા બાદ હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રૈના બીસીસીઆઈને ખેલાડીઓને વિદેશમાં યોજાનારી અન્ય લીગમાં રમવાનો વિકલ્પ આપવા અપીલ કરી રહ્યો છે.

Suresh-Raina.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *