નવીદિલ્હી
ભારતીય શેર બજારમાં જુલાઇના બીજા સપ્તાહથી તેજી જાેવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટના સહકાર અને એફઆઇઆઇની વેચવાલીમાં ઘટાડાથી નિફ્ટી ૧૭૦૦૦ના સ્તરથી ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો. સાથે જ રૂપિયામાં સુધારો, મજબૂત ત્રિમાસિક પરિણામો અને સારા વરસાદને લીધે પણ બજારને સપોર્ટ મળ્યો છે. આ સપ્તાહે મ્જીઈ સેન્સેક્સ ૧,૪૯૮.૦૨ પોઇન્ટ એટલે કે ૨.૬૭ ટકા વધીને ૫૭,૫૭૦.૨૫ પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી ૪૩૮.૮૫ પોઇન્ટ એટલે કે ૨.૬૨ ટકા વધીને ૧૭૧૫૮.૩ પર બંધ થયો છે. જુલાઇમાં બન્ને સૂચકાંકમાં ૮.૫ ટકાનો વધારો થયો છે. સેક્ટર પ્રમાણે વાત કરીએ તો, મેટલ શેરોમાં સૌથી વધુ મજબૂતી જાેવા મળી. નિફ્ટી મેટલ ૨૯ જુલાઇએ પૂરા થતાં સપ્તાહમાં ૭.૭ ટકાના વધારા સાથે બંધ થયો હતો. જે બાદ નિફ્ટી મીડિયા છે જેમાં ૫ ટકા તેજી આવી છે. ૩.૫ ટકા તેજી સાથે નિફ્ટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ ત્રીજા નંબરે છે. ૨૯ જુલાઇએ પૂરા થતાં સપ્તાહમાં મિડકેપ ૧.૬ ટકા, સ્મોલકેપ ૧ ટકા અને લાર્જકેપ ૨.૫ ટકાની તેજી સાથે બંધ થયા હતા. જાે સમગ્ર જુલાઇ મહિનાની વાત કરવામાં આવે તો સ્મોલ કેપ અને લાર્જકેપ ૯-૯ ટકા અને મિડકેપ ૧૦.૭ ટકા ઉચકાયા છે. પાછલા સપ્તાહે એફઆઇઆઇએ ૧૪૫.૮૭ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જાેકે, આ દરમિયાન ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ ૨,૨૩૮.૫૧ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. જ્યારે જુલાઇ મહિનામાં એફઆઇઆઇએ ૬૫૬૭.૭૧ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ડીઆઇઆઇએ ૧૦,૫૪૬.૦૨ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન ૩૫૦થી વધુ સ્મોલ કેપ શેરોમાં ૧૦-૧૦૩ ટકા સુધીની તેજી જાેવા મળી હતી. પીસી જ્વેલર્સ, બ્રાઇટકોમ ગ્રુપ, શ્રી રયાલાસીમા, હાઇ સ્ટ્રેન્થ, લાથ સુપરજેનેરિક્સ, અનંત રાજ, બજાજ હેલ્થકેર, લ્યુમેક્સ ઓટો, એસ્ટ્રા માઇક્રોવેબ પ્રોડક્ટ્સ, ડીલિંગ ઇન્ડિયા, નવકર કોર્પોરેશન અને એજીઆઇ ગ્રીનપેકના શેરોમાં ૪૦થી ૧૦૩ ટકાની તેજી આવી છે. બીજી બાજુ, ટાનલા પ્લેટફોર્મ્સ, બજાજ હિંદુસ્તાન શુગર, નજારા ટેક, મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ, બિડલા ટાયર્સ, જરટ્ઠઙ્ઘિટ્ઠ ષ્ઠિર્ॅષ્ઠરીદ્બ, દ્ભમ્ઝ્ર ય્ર્ઙ્મહ્વટ્ઠઙ્મ, ય્ટ્ઠઅટ્ઠંિૈ ઁિર્દ્ઘીષ્ઠંજ, ડ્ઢરટ્ઠહદૃટ્ઠજિરટ્ઠ હ્લૈહદૃીજં, દ્ભરટ્ઠૈંટ્ઠહ ઝ્રરીદ્બૈષ્ઠટ્ઠઙ્મીજ ટ્ઠહઙ્ઘ હ્લીિંૈઙ્મૈડીજિ, ડ્ઢૈજર ્ફ ૈંહઙ્ઘૈટ્ઠ, ઝ્રરીહહટ્ઠૈ ઁીંિર્ઙ્મીેદ્બ ર્ઝ્રિॅર્ટ્ઠિંર્ૈહ, દ્ગૈંૈં્, ્ટ્ઠંટ્ઠ ્ીઙ્મીજીદિૃૈષ્ઠીજ (સ્ટ્ઠરટ્ઠટ્ઠિજરંટ્ઠિ) અને હ્લેંેિી ઇીંટ્ઠૈઙ્મમાં ૧૦-૩૦ ટકાની તેજી આવી છે.

