નવીદિલ્હી
પ્રધાનમંત્રી મોદીના ખાસ આમંત્રણને માન આપીને આજે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનૌથ પત્ની કોબિતા તથા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજે ભારતની મુલાકાતે આવશે, મોરિશિયસનું આ પ્રતિનિધિમંડળ ૧૭થી ૨૪ એપ્રિલ સુધી ભારતની મુલાકાતે રહેશે. પ્રવિન્દ કુમાર જુગનૌથની ભારત મુલાકાતને પગલે ભારત અને મોરેશિયસ વચ્ચે મહત્વના કરાર થાય તેવી સંભાવના છે.
