નવીદિલ્હી
ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની ટિ્વટર પોસ્ટ ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. તેઓ પોતાના ફોલોઅર્સની સાથે મઝાકિયા અંદાજમાં વન લાઈનર્સ અને ઈમ્પોટેંટ લાઈફ લેસન શેર કરતા રહે છે. પરંતુ સોમવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક યૂઝર્સને જવાબ આપ્યો, જેમાં તેમની યોગ્યતા વિશે પુછવામાં આવ્યું હતું અને તે પોસ્ટ હવે વાયરલ થઈ ગઈ છે.આનંદ મહિન્દ્રાએ સોમવારે પહાડી વિસ્તાર પાસે બેઠેલી પુસ્તકમાં અભ્યાસ કરતી એક છોકરીની તસવીર પર ટિપ્પણી કરી હતી. આ ફોટો ટિ્વટર યુઝર અભિષેક દુબેએ શેર કર્યો છે. તેમણે લખ્યું, ‘આજે હું હિમાચલના સ્ટૌન વિસ્તારની ટ્રીપ પર હતો, આ નાની છોકરીને એકલી બેસીને નોટ્સ લખતી જાેઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, પુસ્તકોમાં તેની એકાગ્રતા જાેઈને મને કેટલું આશ્ચર્ય થયું તે હું વ્યક્ત કરી શકતો નથી. ખૂબ જ અદ્ભુત’ છોકરીના સમર્પણથી બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પ્રભાવિત થયા અને તેમની પોસ્ટમાં કહ્યું, ‘સુંદર તસવીર, અભિષેક. આ મારું ઈંસ્ર્હઙ્ઘટ્ઠઅસ્ર્ંૈદૃટ્ઠંર્ૈહ છે.’ તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ, લોકોએ આ તસવીરને પ્રેરણાદાયક હોવાની વાત કરી, પરંતુ એક યુઝરે મહિન્દ્રા પર સવાલ ઉઠાવ્યો. વિભવ એસડી નામના યુઝરે આનંદ મહિન્દ્રાને પૂછ્યું કે સર, શું હું તમારી લાયકાત જાણી શકું? ૬૭ વર્ષીય આનંદ મહિન્દ્રાએ આ યૂઝર્સને એવો જવાબ આપ્યો કે ઈન્ટરનેટ પર જાણે જીત હાંસલ કરી લીધી હોય. તેમણે જવાબમાં લખ્યું, ‘સાચું કહું તો મારી ઉંમરે કોઈપણ લાયકાતની એકમાત્ર લાયકાત અનુભવ છે.’ શેર કરવામાં આવી ત્યારથી મિસ્ટર મહિન્દ્રાની પોસ્ટને ૫૦૦૦ થી વધુ લાઈક્સ મળી છે અને ૧૦૦ થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘અનુભવ કોઈપણ ડિગ્રી કરતા મોટો હોય છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘અનુભવ અમૂલ્ય છે! ડિગ્રી જેવી નથી જે આજકાલ એક વસ્તુ બની ગઈ છે!’


