Delhi

ઈટલીમાં સરકારી બિલ્ડીંગોમાં એસી ૨૫ ડિગ્રીથી નીચે ચલાવી શકાશે નહીં

નવીદિલ્હી
ઇટલી સરકારની આ યોજનાનું ના ‘ઓપરેશન થર્મોસ્ટેટ’ છે. સરકારની આ ઉર્જા રાશનિંગ પહેલ ૧ મેથી લાગૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી ચાલશે. આ પહેલ જ્યારે હવામાન ઠંડું હોય ત્યારે ૧૯ સેલ્સિયસથી ઉપરની ઇમારતોને ગરમ કરવા પર પણ પ્રતિબંધ મૂકશે. નવા નિયમથી પ્રભાવિત ભવનોમાં સ્કૂલ, સરકારી ઓફિસ અને પોસ્ટ ઓફિસનો પણ સમાવેશ થાય છે. જાેકે, હજુ એ સ્પષ્ટ નથી કે નવા નિયમ કેવી રીતે લાગૂ કરવામાં આવશે. જાેકે સરકાર પાસે ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ પર નિયમ લાગૂ કરવાની કોઇ શક્તિ નથી. સરકારે કહ્યું કે તેને આશા છે કે તે તેનું પાલન કરશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર લોક પ્રશાસન મંત્રી રેનાટો બ્રુનેટાએ કહ્યું કે આ યોજનાથી પ્રતિ વર્ષ ઓછામાં ઓછા ૨ બિલિયન ક્યૂબિક મીટર ગેસની બચત થશે. હાલમાં ભારતમાં આગ ઓકતી ગરમી પડી રહી છે. ત્યારે ઠંડકનો અનુભવ માણવા માટે અત્યારે ઠેર-ઠેર સરકારી ઓફિસ, ખાનગી ઓફિસો તેમજ ધરોમાં એસીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે આખી બિલ્ડીંગનો લુક પણ બગડી જતો હોય છે. ત્યારે ઇટલીની સરકારે અનોખી પહેલ શરૂ કરી છે. ઇટલીનો દુનિયાના સૌથી સુંદર દેશોમાં સમાવેશ થાય છે. અહીંની સુંદરતા બધાનું મન મોહી લે છે. અહીંની સરકારે દેશમાં વિજળીનો ઓછો ઉપયોગ કરવા માટે પહેલ શરૂ કરી છે. ઇટલીમાં સીમિત એર કંડીશનિંગ પહેલ હેઠળ સરકર ભવનોમાં ગરમીની સિઝન દરમિયાન ૨૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે એસી ચલાવી શકાશે નહી. તેની જાણકારી ઇટલીના રક્ષા ઉપ સચિવ જિયોર્જિયો મુલેએ આપી છે. એવા દેશ જ્યાં ગરમીનું તાપમાન મોટેભાગે ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય છે, ત્યાં એર કંડીશનર બિલ્ડીંગો માટે સીમા પરેશાની ઉભી કરે છે. જાેકે, ઇટલીમાં એવું નથી. ત્યાં મોટોભાગે વાતાવરણ ખુશનુમા રહે છે.

AC-ban-in-Italy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *