Delhi

ઈડી વિરુદ્ધ નવાબ મલિક બોમ્બે હાઈકોર્ટમાં જશે

નવીદિલ્હી
નવાબ મલિકે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે માત્ર તેની મુક્તિ માટે કોર્ટમાં અપીલ કરી નથી પણ તેને ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવા અને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવા પણ કહ્યું છે. અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કનેક્શન કેસમાં હવે ઈડ્ઢ નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સકંજાે કસવા જઈ રહી છે. ઈડ્ઢએ ફરાજ મલિકને સમન્સ પાઠવ્યું છે અને મલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લાંબી પૂછપરછ બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઈડ્ઢ દ્વારા નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ ઁસ્ન્છએ કોર્ટે તેને મની લોન્ડરિંગ કેસમાં આઠ દિવસ માટે ઈડ્ઢ કસ્ટડીમાં મોકલ્યા છે. નવાબ મલિક હાલમાં ઈડ્ઢની કસ્ટડીમાં છે અને તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. નવાબ મલિક પર આરોપ છે કે તેણે મુંબઈના કુર્લા સ્થિત મુનિરા પ્લમ્બરની ૩૦૦ કરોડની જમીન ૩૦ લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેમાં ૨૦ લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી. તેમજ આ જમીનના માલિકને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. તેના બદલે આ જમીન અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધિત વ્યક્તિઓના નામે પાવર ઓફ એટર્ની દ્વારા તેમને આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકના નામે લેવામાં આવી હતી.મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાલ નવાબ મલિક ઇડી વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યા છે. નવાબ મલિકે ઇડી દ્વારા તેમની સામે નોંધાયેલ મની લોન્ડરિંગ કેસને રદ કરવાની અપીલ કરી છે. સાથે જ કોર્ટમાં કરેલી અરજીમાં તેણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે.

ED.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *