નવીદિલ્હી
બોલીવુડના કિંગ શાહરુખ ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ પઠાન અને ડંકીને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે શાહરુખના ઘર મન્નતમાં થયેલા બદલાવને લઈને પણ હેડલાઈન બની રહી છે. થોડા દિવસ પહેલાં કિંગ ખાનના ઘર મન્નતની બહાર લાગેલી નેમ પ્લેટ બદલવામાં આવી હતી. શાહરુખના ઘરની આ નવી નેમ પ્લેટની ચર્ચા બધે થઈ રહી છે. હવે આ નેમ પ્લેટની કિંમતને લઈને માહિતી સામે આવી છે. શાહરુખ ખાને પોતાના બંગલા બહાર જે નેમ પ્લેટ લગાવી છે તેની કિંમત લાખોમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો કિંગ ખાનના બંગલાની નેમ પ્લેટની કિંમત ૨૦ થી ૨૫ લાખ રુપિયાની વચ્ચે છે. મન્નતની નેમ પ્લેટની ડિઝાઈન ગૌરી ખાનની દેખરેખમાં કરાઈ છે. ગૌરી ખાન પોતે પણ એક ઈંટીરિયર ડિઝાઈનર છે. જેથી નેમ પ્લેટની ડિઝાઈન પણ ગૌરીની મરજી પ્રમાણે બને તે સ્વાભાવિક છે.


