નવીદિલ્હી
ગત પાંચ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરના પ્રવાસે હતા. સખત વરસાદને કારણે પીએમ મોદીએ રોડ મારફતે જવું પડ્યું હતું. પરંતુ આ દરમિયાન હુસૈનીવાલાથી ૩૦ કિલોમીટર દૂર રસ્તામાં પ્રદર્શનકારી મળી ગયા જેને કારણે તેમનો કાફલો લગભગ ૨૦ મિનીટ સુધી અત્યંત અસુરક્ષિત વિસ્તારમાં રોકાયેલો રહ્યો. જે વિસ્તારમાં પીએમ મોદીનો કાફલો અટક્યો હતો તે જગ્યા આતંકીઓ અને હેરોઈન તસ્કરોનું ગઢ માનવામાં આવે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ વિસ્તારમાં આતંકી હુમલાની ઘટના પણ ઘટી હતી.પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલ મોટી ચૂકને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે એકવાર ફરી પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યની કોંગ્રેસ સરકાર જાેરદાર વાકબાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષા ચૂકને લઈને મેં કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ કેટલા પ્રશ્નો કર્યા છે. તેના ચિંતાજનક જવાબો સામે આવ્યા છે. પંજાબ પોલીસ અધિકારીઓનું નિવેદન સત્યને ઉઘાડું પાડે છે. પંજાબ પોલીસનું એ નિવેદન જેમાં તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ભંગ થવાની જાણકારી તેઓ ઉચ્ચ અધિકારીઓ, પંજાબ વહીવટીતંત્ર અને સરકારને આપતા રહ્યા, પરંતુ સરકાર તરફથી તેમાં કોઈ હસ્તક્ષેપ ન કરવામાં આવ્યો જેથી પીએમને સુરક્ષા આપે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું પૂછવા માંગું છું કે આખરે પંજાબ પોલીસના ઉપરી અધિકારીઓ કોંગ્રેસના કયા મોટા નેતાના ઈશારે કામ કરી રહ્યા હતા? સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ડીજીપીએ વગર જાણકારી એ પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ટીમને કેમ કહ્યું કે સંપૂર્ણ જાણકારી અને રૂટ સુરક્ષિત છે. પંજાબના એ કોણ કોંગ્રેસ સરકારના ઉપરી અધિકારી હતા જે આ એલર્ટ છતાં વડાપ્રધાનની સુરક્ષા માટે કોઈ પગલા નહોતા લઇ રહ્યા? સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે પંજાબના સીએમએ પીએમના સુરક્ષા પ્રોટોકોલ અને ઉલ્લંઘન અંગે એક પ્રાયવેટ પાર્ટી (પ્રિયંકા ગાંધી વાડ્રા)ને કેમ જાણકારી આપી? ખાનગી નાગરિક જે ગાંધી પરિવારનો ભાગ છે, આ મુદ્દે કેમ ઈચ્છુક છે? પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ આ કમિટી સમગ્ર મામલાની તપાસ કરશે. તપાસ સમિતિમાં ચંડીગઢ ડીજીપી, દ્ગૈંછના આઈજી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, છડ્ઢય્ઁ પંજાબ સામેલ છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કમિટીઓને પોતાની તપાસ રોકી દેવાના આદેશ કર્યા છે.


