National

શ્રીલંકામાં અતિશય મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ

શ્રીલંકા
શ્રીલંકામાં છૂટક મોંઘવારી દરના આંકડાઓ જાહેર કરે છે. જે મુજબ છેલ્લા એક મહિનામાં જ એટલે કે નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં થયેલો વધારો જવાબદાર મનાય છે. શ્રીલંકામાં થોડા સમય પહેલા ૧ કિલોગ્રામ મરચાંનો ભાવ ૧૮૦ રૂપિયા હતો પરંતુ હવે તે વધીને સીધો ૭૧૦ રૂપિયા થઇ ગયો છે. એક જ મહિનામાં મરચાંની કિંમતમાં ૨૮૭ ટકાનો વધારો થયો છે. આ જ પ્રકારે રીંગણાની કિંમતમાં ૫૧ ટકા. લાલ ડુંગળીની કિંમતમાં ૪૦ ટકા અને ટમેટાની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થઇ રહ્યો છે. લોકોએ એક કિલો બટાકા માટે પણ ૨૦૦-૨૦૦ રૂપિયા થઇ ગયો છે. બીજી તરફ આયાત ન થવાથી મિલ્ક પાવડરની પણ તીવ્ર તંગી પ્રવર્તી રહી છે. શ્રીલંકામાં શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ટામેટાનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. જ્યારે કે રીંગણાનો ભાવ ૧૬૦ રૂપિયા છે. ભીંડાનો ભાવ પણ ૨૦૦ રૂપિયા છે. તો કારેલા ૧૬૦ રૂપિયાના ભાવે મળે છે. વટાણા તેમજ અન્ય બીન્સ ૩૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તો કોબી ૨૪૦ રૂપિયા. ગાજર ૨૦૦ રૂપિયા અને કાચા કેળા ૧૨૦ રૂપિયાના કિલો મળે છે. સરવાળે ૨૦૧૯ બાદથી શાકભાજીની કિંમત બમણી થઇ ગઇ છે. મતલબ કે ચાર વ્યક્તિના પરિવાર કે જેમણે ડિસેમ્બરમાં ખાદ્યવસ્તુ પાછળ દર અઠવાડિયે ૧ હજાર ૧૬૫ રૂપિયા ખર્ચ કર્યા હતા તેમણે હવે એટલી જ વસ્તુઓ માટે ૧ હજાર ૫૯૩ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જાે સ્થિતિ આવી ને આવી જ રહી તો શ્રીલંકાના નાગરિકોની હાલત અતિ કફોડી બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.ચીનના દેવા તળે દબાયેલા શ્રીલંકામાં મોંઘવારીએ હાહાકાર મચાવી દીધો છે. દેવાળું ફૂંકવાના આરે પહોંચેલા શ્રીલંકામાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબી ગયા છે. મોંઘવારી એટલી બધી વધી ગઇ છે કે અનેક લોકોને એક ટંક ભોજન પણ નસીબ નથી. શ્રીલંકાની એક સંસ્થાએ મોંઘવારીને લઇને આંકડાઓ જાહેર કર્યા છે. તેના મુજબ ખાદ્ય વસ્તુઓમાં છેલ્લા એક મહિનામાં જ ૧૫ ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ શાકભાજીની કિંમતમાં થયેલો અધધધ વધારો જવાબદાર છે. શ્રીલંકામાં શાકભાજીના ભાવ એટલા વધ્યા છે કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *