Gujarat

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૨૦૨૨ IPC
કલમ ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી),૩૪.૧૧૪ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
ગુનામાં પકડાયેલ આરોપીની વિગત :
(૧) નરેશભાઇ ખોડાભાઇ બગડા ઉ.વ.૨૮ ધંધો ખેતી રહે,નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી (૨) ભરતભાઇ આતુભાઇ બાબરીયા ઉ.વ.૩૭ ધંધો ખેતી રહે વડલી તા.રાજુલા જી.અમરેલી
(૩) નાજાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ.૩૨ ધંધો.ખેતી રહે, મેરીયાણા તા.સાવરકુંડલા જી.અમરેલી
(૪) મુકેશભાઇ નાગજીભાઇ બગડા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે,નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી
ગુનાની ટૂંક વિગત:
આ કામના કરી.ને તથા સાહેદને આ કામના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા, ગુનાહિત કાવત્રુ રચી, ફોરવ્હીલ ગાડી ફરી.નું અપહરણ કરી લઇ જઇ ફરી.ને રસ્તામાં માર મારી, મારી નાખવાની ધમકી આપી, ગાળો આપી રસ્તામાં ફોરવ્હીલ નીચે ઉતારી દઇ ગુનો કરવામા એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય.
આ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ ઇન્સ. તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી.
Attachments area

IMG-20220902-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *