છેલ્લા કેટલાક દિવસો થી વાદળછાયા વાતાવરણ અને અસહ્ય ગરમી બાદ બોડેલી માં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
આજે બપોરના સમય બાદ બોડેલી સહિત કેટલાક વિસતાર માં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી ભારે પવન અને કાળા ડિબાંગ વાદળો સાથે બોડેલી નગર સહિત તાલુકામાં વરસાદ પડ્યો હતો વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી
એક તરફ ખેડૂતો વાવણી લાયક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે
ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે ખેડૂતો વાવણી લાયક વરસાદ પડે એવી આશા રાખી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા નુ આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડતા બોડેલી નગરમાં નાના બાળકો સહિત યુવાનો વરસાદમાં નાહવાની મજા લીધી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


