Gujarat

આજથી શરૂ થયેલ નારી વંદન ઉત્સવ અંતર્ગત છોટાઉદેપુર  ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી,

મહિલા સશક્તિકરણ ના સરકારના અભિગમને લઇ આજે દેશભરમાં નારી ને એક વિશેષ સ્થાન અને સન્માન મળ્યું છે, ત્યારે  આજે રાજ્યભરમાં ઉજવવામાં આવી રહેલ નારી વંદન ઉત્સવ કાર્યકમ અંતર્ગત છોટાઉદેપુર ફતેપુરા સ્થિત સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ અને જિલ્લા જી આર ડી કમાન્ડર લીલાબેન રાઠવાની અધ્યક્ષતામાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી ,કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને એડવોકેટ અને નગરપાલિકા ઉપપ્રમુખ નરગીસ મકરાણીએ ઘરેલુ હિંસા નિવારણ અધિનિયમ 2005 અને તેમાં કરવામાં આવેલ જોગવાઈઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,તો ઉપસ્થિત તજજ્ઞો દ્વારા સાયબર ક્રાઇમ અને તેનાથી બચવાના ઉપાયો ,શી ટીમની કામગીરી તેમજ 181 અભયમ હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન તેમજ એપ્લિકેશન ડાઉનલોડ અંગેની સમજ અપાઈ હતી.સાથે મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અને પ્રચાર પ્રસારની સામગ્રી નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

01-08-2022_-mahila-suraksha-divas-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *