લોકેશન.ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નો જન્મદિવસ હોઈ કઠલાલ ઉમા ભવન ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
કઠલાલ ભાજપ સંગઠન તેમજ નગરપાલિકા દ્વારા સમગ્ર કાર્યક્રમનુ આયોજન ઉમા ભવન ખાતે કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતુ.
આ કાર્યક્રમમા કઠલાલ ભાજપ શહેર પ્રમુખ બીપીનભાઇ પટેલ,નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તેમજ નગર પાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ,ગોપાલભાઈ પટેલ,મિતેશભાઇ શાહ,પ્રકાશભાઈ પટેલ તેમજ કઠલાલ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં કેક કાપી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને સૌ એ શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું કઠલાલ ભાજપ પરિવાર દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ.


