Gujarat

ઊનાના પાતાપુરમાં પંચાયત દ્વારા રૂ. 30 લાખના ખર્ચે ગામમાં વિવિધ વિકાસના કામો કર્યા.

ઉનાના પાતાપુરમાં ગ્રામ પંચાયત દ્વારા રૂ. 30 લાખના વિકાસના કામો કરી ગામને સ્વચ્છ અને લોકોની જરૂરિયાત સુવિધા પુરી પડતા લોકોએ આ કામગીરીને બિરદાવેલ છે. પાતાપુરમાં 1500 ની વસ્તી ધરાવતા ગામમાં આઝાદી પછી પહેલી વાર વિકાસ થયો હોવાનુ લોકોમાં જાણવા મળ્યું છે. ત્યારે નાના એવા ગામમાં અત્યાર સુધી ક્યારેય વિકાસ થયો ન હોય ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ગામના શિક્ષિત મહીલા સરપંચ અરૂણાબેન અશોકભાઈ છોડવડીયા સરપંચપદે ચૂંટાયા બાદ ગામની અનેક પ્રાથમિક સુવિધા જેવીકે રોડ રસ્તા, ગટર, સ્મશાન, ગંદા પાણીના નિકાલ, ગૌ શાળા, ગામની પ્રા. શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો, પીવાના પાણીની વ્યવસ્થા માટે વિવિધ યોજના હેઠળ બજારોમાં બ્લોક ફીટ કરાયા, ઉમેજ ગામથી પાતાપર સુધીનો રોડ ડામરથી મઢવામાં આવ્યો, ગામની રખડતી ભટકતી રેઢિયાળ ગાયો માટે ગૌ શાળા બનાવાઈ, ગામમાં વાઈફાઈની સુવિધા, શોલાર રૂકટોપથી ચાલતી સ્ટ્રીટ લાઈટ ફિટ કરાય, આરોગ્ય વિશે ધ્યાન દોરી દર પંદર દિવસે ગામના મહિલા સરપંચ અરૂણાબેન અશોકભાઈ આરોગ્ય કર્મચારી મયુરીબેન મોરી સાથે રહી ડોર ટુ ડોર મુલાકાત લઈ પ્રાથમિક સારવારની જરૂર પડે તેવા દર્દી મદદરૂપ થાય છે.

 

આ ઉપરાંત પર્યાવરણને લાગતા આંબા, લીમડા જેવા અનેક પ્રકારના વૃક્ષો ઘરે ઘરે જઈને લોકોને વિતરણ કરી વૃક્ષારોપણ પણ કરાવેલ છે. અને દરેક સમાજના લોકો એકસંપથી રહે અને ગામમાં શાંતી સુલેહ કાયમી માટે જળવાઈ રહે તે માટે ગ્રામસભામાં ઘર દીઠ એક વ્યક્તિને ફરજીયાત હાજર રહેવાના નિયમો બનાવ્યા અને સરકારની વિવિધ યોજનાની માહિતી પણ તમામ લોકોને આપવામાં આવે છે. આમ ગ્રામ પંચાયત દ્વારા  રૂ. 30 લાખના વિકાસના કામો કરી ગામને સ્વચ્છ અને લોકોની જરૂરિયાત સુવિધા પુરી પડતા ગામ લોકોમાં ખુશીનો માહોલ ફેલાયેલ અને આ પંચાયતની કામગીરીને બિરદાવી હતી..

 

 

-પંચાયત-દ્વારા-રૂ.-30-લાખના-વિકાસના-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *