Gujarat

સુરત થી મોઠા ગામ સુધી 550 કિ.મી.ની પદયાત્રા શ્રધ્ધાળુ રવાના થયા… અખુટ શ્રદ્ધાથી પોતાની માનતા પરિપૂર્ણ કરી મોઠા શ્રી બુટેશ્ચરી માતાજી સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ મેળવશે..

ગીરગઢડાના જુના ઉગલા ગામના રહીશ હાલ સુરત મુકામે રહેતા નાનુભાઈ ભાણાભાઈ ડાગોદરા, ભુમિકકુમાર નાનુભાઇ ડાગોદરા, ભાણેજ હસમુખભાઈ જગુભાઇ ભીલવાળા ભડીયાદર ગામે રહેતાં હોય તેઓ સુરતથી પગપાળા ચાલતા તા. ૧૦/૧૦/૨૨ ના રોજ નિકળ્યા છે. હાલ તેવો તારાપુર ચોકડીથી નીકળી ગયા છે. અને સોમવારે હરણેજ શ્રી બુટેશ્ચરી માતાજીના મંદિરે પહોંચે ત્યાર બાદ હરણેજ થી ઉના તાલુકાના મોઠા ગામે ડાગોદરા પરીવારના કુળ દેવી માતાજીના મંદિર સુધી સુરત થી ઉના મોઠા સુધી પગપાળા આશરે 550 કિ.મી. સુધીની પદયાત્રા પૂર્ણ કરશે. આ એક હિન્દુ ધર્મનું ઉદાહરણ કહેવાય અને અખુટ શ્રદ્ધાથી પોતાની માનતા પરિપૂર્ણ કરી મોઠા શ્રી બુટેશ્ચરી માતાજી સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ મેળવશે, એક હિન્દુ ધર્મનું આસ્થાનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

-મોઠા-ગામ-સુધી-550-કિ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *