સીમાસી, કાણકીયા, કરેણી, આંબાવડ, સનખડા, દેલવાડા, અંજારમાં ૩ થી ૫ ઇંચ વરસાદ પડેલ.
તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણ વાળા વિસ્તારોમાં ઘુંટણસમાં પાણી ભરાયા.
દેલવાડા ગુપ્ત પ્રયાગ મંદિર પાણીમાં ગરકાવ થયું.
ઊના પંથકમાં મેઘરાજાએ બુધવારે બપોરના સમયે વિરામ લીધા બાદ આજે ફરી બપોરથી અવિરત વરસાદ વરસવાનું શરૂ કરી દીધેલ હોય સીમાસી સહીતના આજુબાજુના ગામોમાં ૫ ઇંચ વરસાદ ખાબકી જતાં રહેણાંક વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. જ્યારે ઉના શહેરમાં ૨ ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ હતો. અને વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં આવેલ રહેશોના મકાનના દરવાજા સુધી વરસાદના પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળેલ હતા. સીમાસી, કાણકીયા, કરેણી, આંબાવડ ગામોમાં ૫ ઇંચ તેમજ ઊના ૨, દેલવાડા, સનખડા, ગાંગડા, ખત્રિવાડા, માણેકપુર, સામતેર, અંજાર, મોઠા, કેસરીયા, નાથળ, મોટાડેસર, સીલોજ સહીતના ગામોમાં ૨ થી ૩ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ હતો. છેલ્લા દશેક દિવસથી પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ પાકોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ઉના શહેરમાં વરસાદના લીધે રસ્તાની હાલત અતિખરાબ થતાં રસ્તા પર પડેલા ખાડાના કારણે લોકોને પોતાના વાહનનો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
બોક્ષ્ – દેલવાડા નજીક ગુપ્ત પ્રયાગમાં મંદિર પાણીમાં ગરકાવ થયુ..
બપોરથી પડી રહેલ ધોધમાર વરસાદના પગલે દેલવાડા નજીક આવેલ ગુપ્ત પ્રયાગ તિર્થધામ નજીક પસાર થતી નદીમાં પુર આવતા ત્યાં બિરાજમાન પ્રાયાગ રાઇજીનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતું. મંદિરમાં પાણી ઘુસી જવાના કારણે નુકસાન થયેલ હતું.
બોક્ષ્ – અંજાર ગામે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…
અંજાર ગામે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ કરી હોય તેમ ધોધમાર વરસાદ વરસતા ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાતા સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડેલ હતો.
બોક્ષ્ – ઉનાના પાતાપુર ગામે કાચામકાનની દિવાલ ધરાશાઇ…
છેલ્લા દશ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાતાપુર ગામે આવેલ કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાઇ થઇ હતી. જોકે આ ઘટના બનેલ તે સમયે કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળેલ હતું.
