તમામ મુદાઓનું નિરાકરણ જ્યા સુધી નહી આવે ત્યા સુધી હડતાલ પર રહીવા ચિમકી આપી..
ઊના – ઊના તાલુકાની આશા વર્કર બહેનો છેલ્લા ૨૦૦૯ થી આરોગ્યને લગતા તમામ કામગીરી કરવા છતાં માત્ર ચાર થી પાંચ હજારની રકમ ચુકવવામાં આવે છે. જેથી આટલા પગારમાં પરીવારોનું ગુજરાન કેમ ચલાવવું મુશ્કેલ હોય હાલ જે ઇન્સીટીવ મળે છે તે ડબલ કરી દેવામાં આવે અને તમામ ઇન્સેટીવ ઉપર ૫૦ ટકા વધારે આપવામાં આવે, રાજ્ય સરકારના કર્મચારી ગણી કાયમી કરવામાં આવે, જોબ સીક્યુરીટી આપવામાં આવે, ઇપીએફ પણ ઇન્સેટીવ ઉપર કાપી આપવામાં આવે, કામગીરીનો સમય નિર્ધારીત કરવો, રજામાં જે કામ કરીએ છીએ તો તેનું પણ વળતર આપો, આરોગ્ય સીવાય બહારનું જે કામ સોપવામાં આવે તેનું પણ વળતર આપો ઘણીવાર ગ્રાન્ટના અભાવના કારણે ઇન્સેટીવ વધારો જેતે માસમાં થતો નથી તો સરકાર દ્રારા નાણાકીય ભંડોળ અલગ રાખી જેતે મહીનામાં તમામ ઇન્સેટીવ અને વધારો કરી આપો આ તમામ મુદાઓનું નિરાકરણ જ્યા સુધી નહી આવે ત્યા સુધી હડતાલ પર રહીશુ તેવી ચિમકી આપી મોટી સંખ્યામાં એકત્ર થયેલ આશા વર્કરો દ્રારા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરને લેખિત રજુઆત કરી વિવિધ માંગણીઓ સાથે સુત્રોચાર કરવામાં આવેલ હતા.
