Gujarat

એબીજી શિપયાર્ડમાં છેતરપિંડી કેસમાં મુંબઈ,પુણે સહિત સુરતમાં દરોડા

સુરત
ગુજરાતનો સૌથી મોટું અને દેશનું પણ સૌથી મોટું લોન કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની બેન્ક લોન છેતરપિંડી મામલે એબીજી શિપયાર્ડ લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે મુંબઇ, પૂણે અને સુરતમાં ૨૬ સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડીએ એબીજી શિપયાર્ડના પ્રમોટર ઋષિ કમલેશ અગ્રવાલના ઘરે અને ઓફિસે પણ સર્ચ કર્યું. એબીજી શિપયાર્ડના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલે અન્ય લોકો સાથે મળીને વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ૨૮ બેન્કની કુલ ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની લોનનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. ઇડી આ કેસમાં સંબંધિત દસ્તાવેજાે શોધી તેની તપાસ કરી રહી છે. આ મામલે સીબીઆઇએ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો. સીબીઆઇની એફઆઇઆર મુજબ એબીજી શિપયાર્ડે લોન લઇને ૨૮ બેન્ક સાથે છેતરપિંડી કરી છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં ૨૨ હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો. જે બાદ હવે ઇડીએ કાર્યવાહી કરીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસને પોતાના કબજામાં લીધો છે અને તપાસ કરી રહી છે. એસબીઆઇના અધિકારીઓની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર મુજબ, એબીજી શિપયાર્ડ લિમિટેડ નામની કંપની દ્વારા બેંક લોન લઈને છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ દ્વારા લગભગ ૨૮ બેંકો સાથે કરવામાં આવી હતી. તેથી, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ૨૮ બેંકો દ્વારા સીબીઆઈ ને અરજી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *