Gujarat

એસવીઆઈટી, કોલેજ ઓફ આર્કિટેક્ચર ના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ એ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

એસવીઆઈટી-કોલેજ ઓફ આર્કિટેક્ચરના ફાઇનલ વર્ષના વિધ્યાર્થીઓ પાર્થ શેઠ અને કિંજલ ઝાટકિયા ને ફ્યુચર મટિરિયલ્સ પેવેલિયન નામની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. પાર્થ શેઠ અને કિંજલ ઝાટકિયાની વિજેતા એન્ટ્રી ને ૫૦૦૦૦/- નું નકદ ઈનામ આપવામાં આવ્યું તથા તેને વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવામાં આવશે.
આ સ્પર્ધાનો ઉદ્દેશ સસ્ટેનેબલ મટિરિયલ વાપરીને આકર્ષક અને વિચાર-પ્રેરક પેવેલિયનની રચના કરવા માટે રાષ્ટ્રવ્યાપી સંવાદ શરૂ કરવાનો હતો. આ સ્પર્ધા દ્વારા દરેક પ્રતિસ્પર્ધી ને પેવેલિયનની આર્કીટેકચરલ ડીઝાઇન દ્વારા સસ્ટેનેબલ મટિરિયલના પડકાર માટે જાગૃતિ ફેલાવાની તક મળી. પેવેલિયનની ડિઝાઈન લોકોને શહેરોની વર્તમાન અને ભાવિ વાસ્તવિકતાઓ વિશે વિચારવા માટે અભિવ્યક્ત, ઉત્તેજક અને શક્તિશાળી બનાવવા માંગે છે.
આ સ્પર્ધા વિશ્વભરના તમામ આર્કિટેક્ટ્સ, આર્કિટેક્ચરલ ફર્મ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇન ફર્મ્સ અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી હતી. કુલ 225+ ટીમો અને લગભગ 450+ પ્રતિસ્પર્ધી સમગ્ર વિશ્વમાંથી આ ડિઝાઇન સ્પર્ધામાં જોડાયા હતા.
એસ.વી.આઇ.ટી વાસદ ના અધ્યક્ષ શ્રી રોનકભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય પ્રો. શૈલેષ નાયર, તેમના થીસીસ ગાઇડ પ્રો. અશ્વિન મુકુલ, થીસીસ કો-ગાઇડ આસ.પ્રો. મિતાલી ભટ્ટ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર પાર્થ શેઠ અને કિંજલ ઝાટકિયાને આ ઉપલબ્ધિ માટે અભિનંદન પાઠવે છે.

IMG-20220911-WA0154.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *