Gujarat

કપડવંજ તાલુકાના ગડદા લાટ મુકામે રક્તદાન કેમ્પ યોજાયો.

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 ગડદા લાટ મુકામે મુખ્ય યજમાન જયતિભાઈ ભીમજીભાઈ ભોજાણી પરિવાર આયોજીત શિવ મહાપુરાણ ગૌકથા અને આ શિવ મહાપુરાણ ગૌકથા ના વ્યાસ સ્વરૂપ ગૌભકત કાલીદાસજી મહારાજ દેકાવાડા ના સ્વ મુખે થી સાભળવાના પ્રસંગે  એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું. યોગાનુયોગ આ કથા ના વકતા કાલીદાસ બાપુ ના જન્મ દિવસની ઉજવણી નિમિતે અને પ્રયાસ સહાય ફાઉન્ડેશન દેવપુરા અને સિને મિડિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કપડવંજ રેડક્રોસ બ્લડબેંક ના સહયોગથી આ  રક્તદાન  કેમ્પમા સ્વૈચ્છીક રક્તદાતાઓ દ્વારા (૧૦૧) બોટલ નુ રક્તદાન મહાદાન કયું અને આનંદની વાત એ છે કે આ રક્તદાન કેમ્પમા (૩૫) થી વધુ મહિલાઓએ પણ રક્તદાન કર્યું અને સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ એક નવો મેસેજ લોકો ને આપ્યો. આ કેમ્પમાં એચ. ડી. એફ. સી. બેંક તરફથી  તમામ રક્તદાતાઓને  એક શુભેચ્છા ભેટ મેનેજર ચિંતન શાહ અને મિતુલ માંડલના હસ્તે આપવામાં આવી હતી. આ રક્તદાન નું સંચાલન પરેશભાઈ પટેલ દેવપુરા દ્વારા કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પ મા ગડદા લાટ ના યુવાનો એ સહકાર આપ્યો. સમગ્ર  કાર્યક્રમને  સફળ બનાવવા માટે  બ્લડબેંક ના મેડિકલ  ઓફિસર ર્ડા. મનુભાઈ  ગઢવી, ટેકનિકલ ઓફીસર રાહુલ પરમાર, મેઘા શાહ, ચૈતાલી  કાપટેલ, ચિરાગ  પરમાર તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20221212-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *