Gujarat

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અભ્રીપુર ગામમાં કેડસમા પાણી ભરાયાં.

બે દિવસ થયા હોવા છતાં હજુ  કેડસમા પાણી
———————–
મકસુદ કારીગર,કઠલાલ
બે દિવસ પહેલા રાત્રે અતિશય વરસાદ પડતા ગામમાં પાણી ભરાયુ હતું મકાન ,મંદિરો ,દુકાન, ખેતરો, દૂધ મંડળી અને મુખ્ય રસ્તાઓ આરોગ્ય કેન્દ્ર સહિત વિવિધ જગ્યાએ પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી નો સામનો કરી રહ્યાં છે
બે દિવસ થયા હોવા છતાં હજુ  કેડસમા પાણી ભરાઈ રહ્યા છે.કઠલાલ તાલુકા નું અભરીપુરમાં આશરે ૩૦૦૦  જેટલી વસ્તી ધરાવતું ગામ છે.
પાણી ભરાવાના કારણે ઘાસચારા દૂધ અને અન્ય વસ્તુઓની ગ્રામજનો મુશ્કેલી ભરી પરિસ્થિતી છે.જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક  વર્ષોથી ચોમાસામાં ગામની આવી સ્થિતિ સર્જાય છે.
પશુપાલનનો વ્યવસાય કરતા લોકો પાણીમાં જઈ ઘાસચારો લાવવા મજબૂર બન્યા છે સાથે
ખેતી પાક, મકાનો અને દુકાનોમાં પાણી ભરાવાથી આર્થિક નુકસાન નો પણ સામનો કરવો પડી રહ્યો છે.
ગામમાંથી અવર-જવર કરવા માટે ટ્રેક્ટર સહિતના સાધનોનો ઉપયોગ કરવો પડે તેવી મજબૂરી આવી પડી છે જ્યારે ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ભરાઈ જાય છે.
હાલ તો કાંસ દ્વારા કે અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન કરી વરસાદી પાણીનો નિકાલ થાય તો ગ્રામજનોને આ સમસ્યામાંથી છુટકારો મળે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યાં છે.

IMG-20220724-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *