ગાંધીનગર
આજથી તલાટી કમ મંત્રીઓએ પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળનો રાજય વ્યાપી પ્રારંભ થયો છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાના બસ્સો તલાટીઓએ પણ હડતાળનું રણશિંગું ફૂંકીને રોજીંદી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અગાઉ ગુજરાત સરકારને તારીખ ૭/૯/૨૦૨૧ નાં રાજ્ય તલાટી કમ મંત્રીનાં માંગણી મુજબનાં પડતર પ્રશ્નો નિરાકરણ કરવા જણાવેલ હતું. રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં પશ્રનો ઉકેલવા ખાત્રી આપી હતી અને હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. આ બાંહેધરીને નવ માસ પછી પણ રજુઆત કરવાં છતાં એક પણ પશ્રનું સુખદ અંત નહિં આવતાં તલાટી મંત્રી મંડળની રાજ્ય કક્ષાના પદાધિકારીઓની મીટીંગ ગાંધીનગર ખાતે મળેલી અને તેમાં સર્વાનુમતે ઠરાવ કરી આજ તા ૨/૮/૨૦૨૨ થીં સમગ્ર ગુજરાતના તલાટી મંત્રીઓનાં પશ્રનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જવાનું નક્કી કરાયું હતું. અને આ બાબતે નાયબ કલેકટર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો. તલાટી મંત્રી મંડળ દ્વારા ડીઝાસ્ટ મેનેજમેન્ટ અન્વયે કામગીરી તેમજ હરધર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માનસન્માન સાથે ફરકાવવા ની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. વર્ષ ૨૦૧૮ થી સરકારને પડતર પ્રશ્નોને લઇ વારંવાર લેખિતમાં રજૂઆતો કરી હતી. આ અગાઉ તા. ૦૭-૦૯-૨૦૨૧ ના રોજ હડતાળનું એલાન કર્યું હતું જેને લઇ સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ અંત લાવવા બાંહેધરી આપતાં હડતાળ મોકૂફ રાખી હતી. તેમ છતાં હજી સુધી પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતાં રાજયના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે.લાંબા સમયનાં પડતર પ્રશ્નો સરકાર દ્વારા હલ નહીં કરાતા આજથી ગુજરાત સરકારનાં પંચાયત સેવાના તલાટી મંત્રીઓની ગાંધીનગર સહિત રાજયવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે. આ હડતાલના પગલે ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોની કામગીરી ખોરંભે ચડી ગઇ છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળ દ્વારા વર્ષ ૨૦૧૮થી સતત રજૂઆત કરવા છતાં પણ સરકારનાં વહીવટી તંત્ર પડતર પ્રશ્નોનો ઉકેલ નહિં આવતાં અચોકસ હડતાલની અસર ગ્રામ પંચાયતોની કામગીરી પર પડી છે.
