Gujarat

ગીર ગઢડા તાલુકામાં નીટલી. વડલી ગામે દે ધનાધન બપોર પછી ધોધમાર વરસાદ બે થી ત્રણ ઇંચ વરસાદ વરસી જતા પાણી પાણી રાવલ નદીમાં પુર ખેતરોમાં પાણી ભરાયા

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં બપોરના બે વાગ્યાથી ગીર ગઢડા તાલુકાના વડલી નિટલી મોતીસર જસાધાર ધોકડવા ધોધમાર બે થી ત્રણ ઇંચ વરસાદ થતાં ગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને ઉમેજ ગામે રાવલ નદીને સામે કાંઠે ખેડૂતો નાં ખેતરો આવેલા છે ત્યારે ખેતરોમાં ખેડૂત અને મજૂરો કામે ગયા હતા જે સાંજ પડતાં ધરે આવતા ત્યારે રાવલ નદીમાં પુર આવેલું હોવાથી ખેડૂતો અને મજૂરો જીવના જોખમે રાવલ નદી પસાર કરવા મજબૂર બન્યા હતા..

IMG-20220714-WA0573.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *