Gujarat

ગીર સોમનાથ જિલ્લાની કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી

ગીર સોમનાથ જિલ્લામાં એક પણ દર્દી ઓક્સિજન-વેન્ટીલેટર પર નથી
નાગરિકોએ ડરવાની જરૂર નથી, સરકાર તેમની પડખે છે
રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદ રૈયાણી
   ગિરગઢડા
   ભરત ગંગદેવ
 રાજ્યકક્ષાના મંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી  અરવિંદભાઈ રૈયાણીએ જિલ્લા વહીવટી તંત્રના શીર્ષ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી, સમગ્ર જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
      આ બેઠકમાં મંત્રી  રૈયાણીએ જણાવ્યું કે, કોરોના સંભવિત ત્રીજી લહેરના ચિહ્નો જોવા મળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતમાં કોરોના વાયરસનુ સંક્રમળ વધુ ન ફેલાય તે માટે જિલ્લા વહીવટી તંત્રની સાથે પદાધિકારીઓએ પણ જનજાગૃતિ માટે પ્રયાસ કરવા પડશે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા-જાહેરનામાનુ પાલન થાય તેની કાળજી રાખવી પડશે. જેથી સંક્રમણને નિયંત્રિત કરી શકાય. આ સાથે મંત્રીશ્રીએ નાગરિકોને કોઈ પણ મુશ્કેલીઓ ન પડે તે માટે તકેદારી લેવા, સગાર્ભા મહિલાઓ માટે અલાયદો વોર્ડ બનાવવા માટે અને ખાનગી તબીબોએ શરદી-તાવ વગેરે બિમારીઓના દર્દીઓનો રેકર્ડ રાખવા સહિતની સૂચનાઓ આપી હતી. ઉપરાંત સંભંવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનના સંદર્ભમાં બેડ, આઈસીયુ, વેન્ટીલેટર ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી.
     માધ્યમકર્મીઓ સાથે વાત કરતાં મંત્રી  રૈયાણીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. હાલમાં ગીર સોમાનાથ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત એક પણ દર્દી ઓક્સિજન-વેન્ટીલેટર પર નથી. તેમજ નાગરિકોએ ડરવાની જરૂર નથી, સરકાર તેમની સાથે છે. આ સાથે તેમણે કોરોના પરિસ્થિત અંગે દર અઠવાડિયે સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
       આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  રવીન્દ્ર ખતાલેએ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંભિવિત ત્રીજી લેહરને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓના સંદર્ભે પ્રઝન્ટેશન રજૂ કર્યું હતું
    આ બેઠકમાં સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજા, નગરપાલિકાના પ્રમુખ  પિયુષ ફોફંડી, પૂર્વ ધારાસભ્ય સર્વ રાજશીભાઈ જોટવા, કે.સી રાઠોડ, કલેક્ટર  રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ અધીક્ષક  રાહુલ ત્રિપાઠી, અધિક  નિવાસી કલેક્ટર  બી.વી. લિંબાસીયા, જિલ્લા આરોગ્ય અધિકારી  એચ. એચ. ભાયા, વેરાવળ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જીજ્ઞેશ પરમાર સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area

IMG-20220108-WA0641.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *