Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં આજરોજ આંગણવાડી કેન્દ્રો માટે પસંદ થયેલ ૧૧૯ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાશે ભૂલકાંઓના બાળપણને પોષક આહાર અને જરૂરી જ્ઞાન સિંચન માટે વધુ ૧૧૯ કર્મચારીઓ બનશે સક્રિય 

    ગિરગઢડા તા
    ભરત ગંગદેવ..
 ગીર સોમનાથ જિલ્લામાં આજે તા.૨૫મી મેના રોજ સોમનાથ રામમંદિર ઓડિટોરિયમ હોલ ખાતે આંગણવાડી કેન્દ્રો માટે પસંદ થયેલ ૧૧૯ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાશે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ કાર્યરત આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યક૨,તેડાગર, મીની આંગણવાડી કાર્યકરની ભરતી પ્રક્રિયામાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોને જિલ્લાના મહાનુભાવો પદાધિકારી શ્રીઓ, અને અધિકારી શ્રીઓના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર પર માનદસેવામાં જોડાવા માટેના નિમણૂક પત્ર એનાયત કરાયા બાદ આ ૧૧૯ બહેનો બાળકોના પોષણક્ષમ વિકાસ માટેના સરકાર ના સેવા યજ્ઞમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *