અમદાવાદ
ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે… જેવી નિતી ગુજરાત યુનિવર્સિટીમાં જાેવા મળ્યું છેલ્લા ઘણા સમયથી સહઅધ્યાપિકા ડો. રંજન ગોહિલે લાખો રૂપિયા પગાર તરીકે લીધા બાદ તેનો ખુલાસો કરાયા કે તેમની ડિગ્રી ખોટી છે અને તેમને બરતરફ કરાતા ફરિયાદીને ડો.રંજન ગોહિલે મારમાર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુના સહાધાપિકા ડો રંજન ગોહિલે ગેરરીતિ પૂર્વક ડિગ્રી અને નોકરી મેળવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં ફરિયાદી ચિરાગ કલાલને ડો રંજન ગોહિલ દ્વારા માર મારવામાં આવ્યો હતો. હાલમાં ફરિયાદીને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ડો રંજન ગોહિલને સિન્ડિકેટ દ્વારા પ્રવેશ બંધી કરવામાં આવી હતી. તેમણે પ્રવેશબંધી હોવા છતાં યુનિવર્સિટીમાં ઘુસીને ફરિયાદીને માર માર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગના કોર્ડીંનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. વિભાગમાં મારામારી થઈ તે મામલે અધ્યાપિકા રંજન ગોહિલ સામે ફરિયાદ નોંધાવશે. વિપુલ પટેલે કહ્યું હતું કે, ચિરાગ કલાલ માર્કશિટ અને પરીક્ષા માટે પુછપરછ કરવા માટે આવ્યો હતો. રંજન ગોહિલ યુનિવર્સિટીમાં તપાસ ચાલે ત્યાં સુધી પ્રવેશ બંધી છે તે છતાંય આવ્યાં હતાં. આ વિદ્યાર્થીને મારી સામેજ માર મારવામાં આવ્યો છે. એમએસડબ્લ્યુ વિભાગમાં પ્રવેશ બંધીનો લેટર લેવા આવી હતી. વિપુલ પટેલને કો.ઓર્ડિનેટર બનાવ્યા તે મને ખબર જ નહોતી. વિપુલ પટેલ અને શદાબ કાઝી નામના પ્રોફેસરે મને મારવા ચિરાગ કલાલને બોલાવ્યો હતો.ચિરાગ કલાલે બિનજરૂરી આવીને મારો હાથ પકડીને છાતી પર હાથ મૂકી દીધો હતો. મારી છેડતી કરીને મને મારવામાં આવી છે.શદાબ કાઝી અને વિપુલ પટેલ કોઈ પણ મહિલા તેમના વિભાગમાં હોય તેવું ઇચ્છતા નથી. ગુજરાત યુનિવર્સિટીના એકેડમિક કાઉન્સિલ દ્વારા એમએસડબ્લ્યુ વિભાગના સહ અધ્યાપિકાના પ્રવેશ પર પાબંધી લગાવી હતી. ડો. રંજન ગોહિલની પીએચડીની ડિગ્રી ખોટી હોવાથી તેમજ ખોટી નિમણુક થઈ હોવાથી તપાસ કમિટીની રચના કરાઈ હતી. ડો. રંજન ગોહિલે ફકત ૧૮ મહિનામાં જ પીએચડીની ડીગ્રી મેળવી હતી. ખોટો ભરતીનો લેટર લખીને યુનિવર્સિટીની જાણ બહાર લાખોનો પગાર હોવાની જાણ ગુજરાત યુનિવર્સિટીને મોડે મોડે થઈ છે. એમએસડબ્લ્યુના હેડ પ્રો. પી પી પ્રજાપતિ દ્વારા ખોટુ નોટિફિકેશન કરી ડો.ગોહિલની ભરતી કરાઇ હોવાથી રંજન ગોહિલના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. ગુજરાત યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા યુનિવર્સિટીએ હેડ પી.પી. પ્રજાપતિને પદેથી હટાવી કમિટી રચી, એમએસડબ્લ્યુનો ચાર્જ વિપુલ પટેલને અપાયો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા ૩ સભ્યોની રચાયેલી કમિટી હવે તપાસ કરશે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી એમએસડબ્લ્યુ વિભાગના સહ અધ્યાપિકા ડોક્ટર રંજન ગોહિલે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે ઓગસ્ટ ૨૦૧૮માં પીએચડીની ડીગ્રી મેળવી હતી. ૨૦ નવેમ્બર ૨૦૧૮માં કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં જાેડાયા હતાં, ફિક્સ પગાર પર નવી જાહેરાત ના થાય ત્યાં સુધી નોકરીએ રાખવામાં આવ્યાં હતાં. એમએસડબ્લ્યુ વિભાગમાં આવીને પંકજ શ્રીમાળીએ મારી સાથે અપશબ્દો બોલતા – અસભ્ય વર્તન કરતા મેં વિરોધ કર્યો હતો. ત્યારબાદ સદાબ કાઝી, વિપુલ પટેલ, ચિરાગ કલાલ, ભાગ્ય જાની, ડેવિડ જાેષી સામે મેં ૬ મહિના અગાઉ ડબ્લ્યુડીસીમાં ફરિયાદ કરી હતી. આ તમામ સામે ડબ્લ્યુડીસી તરફથી ૬ મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. મેં ડબ્લ્યુડીસી માં ફરિયાદ કરી એટલે હવે મારી સામે ખોટા આક્ષેપ કરી કાર્યવાહી કરવામાં આવી છે. મારી ડિગ્રી ખોટી નથી, મારી નિમણુક પણ ખોટી નથી. ભૂતકાળમાં ચિરાગ કલાલ દ્વારા મારી પીએચડીની ડિગ્રી સામે ફરિયાદ કરતા મારી ડિગ્રી અંગે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીમાં રિપોર્ટ જમા થયો હતો. એ તપાસ રિપોર્ટ અમે લઈશું, જે મારા તરફી છે. મારી પીએચડીની ડિગ્રી ખોટી છે એવું કહે છે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક લોકો ખોટી ડિગ્રી સાથે નોકરી કરી રહ્યા છે.ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા પોતે આ બધું જાણે છે. મારી ડિગ્રી ખોટી હોય અને મારા પર પ્રવેશબંધી કરાઈ હોય તો અન્ય જે ખોટી ડિગ્રી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં છે એમના પર પ્રવેશબંધી કેમ નથી કરાતી. હું ન્યાય માટે મહિલા આયોગ અને મહિલા પોલીસ સ્ટેશન, તકેદારી આયોગમાં ફરિયાદ કરીશ.


