Gujarat

જલારામ મંદિર થરા ખાતે વિધાભારતી દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ જન્મ દિવસ ની ઉજવણી 

ગિરગઢડા તા
  ભરત ગંગદેવ…
   વિધાભારતી ગુજરાત પ્રદેશ દ્રારા ઉતર ગુજરાત સંભાગનો પ્રાથમિક આચાર્ય પ્રશિક્ષણ વર્ગ-2022 તાજેતરમાં જ થરા ખાતે યોજાયો હતો જેમાં  જલારામ મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ મુજબ જન્મ દિવસ ની ઉજવણી કાર્યક્રમ રખાયો હતો.આ દિવ્ય અવસરે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલા,થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુખદેવસિંહ સોઢા,પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી અચરતલાલ ઠકકર,અગ્રણીઓ હરગોવનભાઈ શીરવાડીયા,તાણા સરપંચ દશરથભાઈ આઈ.ઠકકર, રૂવેલ સરપંચ વસંતલાલ ઠકકર, જલારામ મંદિરના સેવકો વિજયભાઈ ટેસ્ટી,નિરંજનભાઈ ઠકકર,ઈશ્ર્વરભાઈ ભગત,ચીમનભાઈ ઠકકર, વસંતલાલ ખત્રી,વિનોદભાઈ ઠકકર, ૠત્વિક ઠકકર, દીક્ષિતભાઈ શાહ  ભૂપતભાઈ ઠાકોર સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વૈદિક રીતે જન્મોત્સવની ઉજવણી,યજ્ઞવિધિ,ગૌરક્ષા સહિતની બાબતો અંગે વર્ગના સંચાલકો સર્વ હસુમતીબેન સહાયતા,બાબુભાઈ રથવી, તુષારભાઈ પટેલ, દીપ્તીબેન પ્રજાપતિ,શૈલેષભાઈ રાવલ સહિત સૌએ અતિ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

IMG-20220523-WA0420.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *