Gujarat

જામનગરના વાલસુરા દ્વારા નેવી બેન્ડનો કાર્યક્રમ યોજાયો

જામનગર
જામનગરના ક્રિસ્ટલ મોલમાં ઓપન નેવી બેન્ડનો કાર્યક્રમ યોજાયો હતો. નેવી બેન્ડ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો. શહેરીજનોએ દેશભક્તિના ગીતો અને ધુન પર તાળીઓના ગડગળાટ કરી સમગ્ર કાર્યક્રમને વધાવ્યો હતો. આઈ.એન.એસ વાલપુરા દ્વારા આઝાદી કા ઉત્સવ અંતર્ગત બ્લડ કેમ્પ, ફ્રીડમ રન, લાખોટા લેખ પર નેવી બેન્ડ, વિદ્યાર્થીઓ માટે આઝાદીનું લેક્ચર, તિરંગા ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે હર ધર તિરંગા યાત્રા, માતા-પિતા વિહોણી છોકરીઓના રાસ સહિતના કાર્યક્રમ યોજાયો હતો.જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઈએનએસ વાલપુરા દ્વારા નેવી બેન્ડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શેહરીજનો પણ જાેડાયા હતા. નેવી બેન્ડ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યાં હતા. ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *