જામનગર તા.૧૪ ફેબ્રુઆરી, જામનગર જિલ્લાના તમામ માછીમારો/મંડળીઓ/બોટ માલિકોને જાણ કરવામાં આવે છે કે, ચાલુ વર્ષ ૨૦૨૧- ૨૨થી મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા દરીયાઇ માછીમારી બોટ માટે જમ્બો પ્લાસ્ટિક કેરટ, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તળે આઈસ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટર વાન તથા બી.પી.એલ.કાર્ડ ધરાવતા માછીમારો માટે બંધ સીઝન દરમિયાન આર્થિક સહાય જેવી નવી યોજના અમલમાં આવેલ હોય, જામનગર જિલ્લાના તમામ માછીમારોને આ યોજનાનો લાભ લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
દિવ્યા ત્રિવેદી
