બોડેલી ની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી ઝાંખરપુરા ગામની વિદ્યાર્થીનીઓ તેમજ કેટલાક વિદ્યાર્થીઓ રોજે રોજ બોડેલીના ઝાંખરપુરા પાસે આવેલ નર્મદા મુખ્ય કેનાલના રેલવે બ્રિજ ઉપરથી જીવના જોખમે પસાર થાય છે આ અંગે તંત્ર બેધ્યાન જોવા મળી રહ્યું છે
બોડેલી તાલુકાના ઝાંખરપુરા થી બોડેલી નું અંતર ત્રણ કિમી જેટલુ થાય છે અને જો રેલવે બ્રિજ પર રહીને જાય તો બે કિલોમીટરનું અંતર થાય છે જ્યારે બાય રોડ ફરીને જાય તો ત્રણ કિલોમીટર જેવું અંતર થાય છે બોડેલીની શાળાઓ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ જેટલા વિદ્યાર્થીઓ સહિત ના કુલ 50 જેટલા વિધાર્થીઓ બોડેલી ની કોલેજ અને શાળાઓ માં અભ્યાસ અર્થે આવે છે અને તેઓ નર્મદાની મુખ્ય કેનાલ ઉપર બનાવવામાં આવેલ રેલવે બ્રિજ ઉપરથી જીવના જોખમે પસાર થાય છે હાલ અહીં આ વિદ્યાર્થીઓને પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે અમો રોજ સવાર સાંજ આ બ્રિજ ઉપરથી પસાર થઈએ છીએ તેમ જણાવ્યું હતું
નર્મદા ની મુખ્ય કેનાલ ઉપર રેલ્વે દ્વાર બનાવવામાં આવેલ બ્રીજ ટ્રેન ની અવર-જવર માટેનો છે જે બ્રિજ ઉપરથી રોજે રોજ 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ સહિત સેકડો લોકો અવર-જવર કરે છે દિવસભર અભ્યાસ કરી થાકેલા પાકેલા ઘરે જ જવા નીકળે છે જેઓને બ્રિજ ક્રોસ કરતી વખતે ચક્કર આવતા હોવાની બૂમો પણ સાંભળવા મળી રહી છે જેથી વિદ્યાર્થીઓ અત્રે બ્રિજ ક્રોસ કરતા પહેલા એકત્રિત થઈ બધા સમૂહમાં બ્રિજ પસાર કરે છે જેથી કોઈ વિદ્યાર્થીને ચક્કર આવે કે કોઈ તકલીફ થાય તો બધા ભેગા થઈ તેનો કોઈ રસ્તો કરે એટલા માટે આ બધા વિદ્યાર્થીઓ અહીં ભેગા થઈ પછી જ બ્રિજ ક્રોસ કરે છે
આ બ્રિજ ઉપર માત્ર બે ફૂટ પહોળી પ્લેટો મારવામાં આવી છે એ પ્લેટોના સહારે આ વિદ્યાર્થીઓ રસ્તો પસાર કરે છે અને એ પ્લેટો સિવાય બીજો કોઈ સહારો નથી જો આ પ્લેટ ઉપર થી પગ સરી જાય કે કોઈ વિદ્યાર્થીને ચક્કર આવી જાય તો તે સીધો કેનાલમાં પડી જાય તેવી પણ દહેસત વિદ્યાર્થીઓને સતાવી રહી છે
જો આવા સમયમાં ટ્રેન આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ તેવી સંભાવના જોવાઈ રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


