બે દિવસ પહેલા ખોડલધામ પાસે આવેલ ખંભાલીડા માલધારી ઉપર હુમલો કર્યો હતો જ્યારે આજે વહેલી સવારે જેતપુરના મોણપર ગામમાં ભરવાડના વાડામાં પહોચી 5 ઘેટાં તેમજ 1 વાછરડાનું મારણ કર્યું હતું.
ખોડલધામથી માત્ર ચારેક કિ.મી. દૂર આવેલા બોધ્ધ વિહાર પાસે ગઇ કાલે સવારે એક ખૂંખાર દીપડો ત્રાટકયો હતો. આ અવાવરૂ વિસ્તારમાં આવેલી એક વીડીમાં સવારે માલઢોર ચરાવવા નીકળેલા એક માલધારી પર એકાએક દીપડાએ હુમલો કરતા માંડાભાઈ ટોળીયા નામનાં આધેડને ગંભીર ઈજા થતા પ્રથમ જેતપુર સિવિલ અને ત્યાંથી જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આજે વહેલી સવારે મોણપર ગામમાં ભરવાડના વાડામાં પડીને 5 ઘેટા તેમજ 1 વાછરડીનું મારણ કર્યું હતું
છેલ્લા ત્રણ ચાર દિવસ થી દીપડાઓની રંજાડ વધતા આ પંથકના ગામોના ખેડૂતોને રાત્રી સમયે પોતાના ખેતરોમાં પાણી પીવડાવવામાં જવું ભારે મુશ્કેલ બન્યું છે


