રાજકોટ જિલ્લામાં આવેલ અને જેતપુર થી રાજકોટને જોડાતો નેશનલ હાઇવે ૨૭ ઉપર થી પસાર થાવ એટલે એવું લાગે કે જાણે કે કોઈ ગામડાના ગાડા માર્ગ ઉપર થી પસાર થી રહ્યા છો, રાજકોટ થી જેતપુર વચ્ચે ૨ ટોલ બુથ છે જેમાં એક વિરપુર પાસેના પીઠડીયા ટોલટેક્ષ અને બીજો ગોંડલના ભરૂડી પાસેનો ટોલટેક્ષ અહીંથી પસાર થવા માટે મોટો ટેક્સ પણ ચૂકવો પડે છે પરંતુ વાહન ચાલકોના આક્ષેપ મુજબ રાજકોટ થી જેતપુર સુધીનો નેશનલ હાઇવે પુરે પૂરો બિસ્માર છે રોડ ઉપર ઠેક ઠેકાણે મોટો મોટા ખાડાઓ સામાન્ય બાબત છે,ઘણીં જગ્યાએ આ ખાડા ૧ – ૧ ફૂટ જેટલા ઊંડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને પોતાના વાહન ચલાવવામાં ખુબજ મોટી મુશ્કેલી પડી રહી છે, જેતપુર થી રાજકોટનો ૭૨ કિમીનો રસ્તો જે સામાન્ય રીતે દોઢ કલાકમાં પૂરો થઇ શકે છે ત્યારે આ રોડ ઉપર ૩ કલાક જેટલો સમય થાય છે વધુમાં તો વાહન ચાલકોને સમયની બરબાદી સાથે સાથે તેવોના વાહનના જમ્પર કમાન તૂટી જાય છે સાથે સાથે ખરાબ રોડને કારણે ઘણા બધા વાહનોને અવારનવાર ટાયર ફાટી જવું પંચર પડવું વગેરે ની સમસ્યા સર્જાઈ છે ત્યારે વાહન ચાલકોને ફરિયાદ છે કે મોટો ટોલ ટેક્સ લઈને સરકાર શા માટે રોડની સુવિધા આપતી નથી તે પણ એક મોટો સવાલ છે!
સામાન્ય પ્રજા અને વાહન ચાલકોને તો ટોલ ટેક્સ આપવા છતાં કોઈ સુવિધા નહિ મળતા ટોલ ટેક્સ બંધ થાય તેવી ઈચ્છા કરી રહ્યા છે ત્યારે વીરપુર,જેતપુર પાસેથી પસાર થતોને જૂનગાઢ અને પોરબંદર જતો નેશનલ હાઇવેની હાલત પણ ખરાબ હોવા સાથે સાથે આ નેશનલ હાઇવે ઉપર આવેલ ભાદર નદી ઉપર નો પૂલ તો છેલ્લા ઘણા સમય થી બંધ છે પુલની એક સાઈડ સંપૂર્ણ રીતે જર્જરિત થી ગઈ હોય ચાલવા લાયક નહોતી જેન લઈને આ પુલ પર અવારનવાર મોટો ટ્રાફિક જામ સર્જાઈ છે, પુલ બન્યો ત્યારથી જ ખુબજ નબળો બન્યો છે અને મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપો થયા છે, ત્યારે વાહન ચાલકો અને સામાન્ય પ્રજાના મનમાં એક પ્રશ્ન થાય છે સરકાર મોટો ટોલ ઉઘરવા છતાં પણ પૂરતી સુવિધા નથી આપતી તો ટોલ ટેક્સ ઉઘરાવાનું બંધ કરે.
વિકાસ અને સુવિધા ના નામે મોટા મોટા ટેક્સ ઉઘરાવતી સરકારે ટેક્સની સામે લોકોને પૂરતી અને સારી સુવિધા આપે તે જરૂરી છે, અને તે સરકાર અને પ્રજાના હિત માં છે તેવી વાહન ચાલકોમા માંગ ઉઠી છે


