સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઝાડેશ્વર ગામની કન્યા શાળામાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીનીઓને ચણિયા ચોલીઓ તથા આભુષણોનું વિતરણ કરવામાં આવ્યું.
નવરાત્રિ મહોત્સવ માં આંબાની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ પર્વ માં બહેનો નવ દિવસ માં નવદુર્ગા ના ગરબે ઘૂમી માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.જરૂરીયાતમંદ દિકરીઓ પણ આ પર્વ ને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટ, ભરૂચની બહેનો દ્વારા ચણિયા ચોલી તથા આભુષણો એકત્રિત કરવામાં આવ્યાં હતા, તેને ઝાડેશ્વર ગામની કન્યા શાળામાં અભ્યાસ કરતી જરૂરીયાતમંદ વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવ્યાં હતા. આ વસ્તુઓ મળવાથી વિદ્યાર્થીનીઓ આનંદ વિભોર થઈ ગઈ હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું મહત્વ ખૂબ મોટું છે, આવાં ઉત્સવો જો કોઈ જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ ઉજવવામાં આવે તો તેમનાં જીવનમાં પણ આનંદ અને ઉત્સાહનું સિંચન થાય છે.આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


