Gujarat

  ડોક્ટર બનેલા ડીસાના રઘુવંશી લોહાણા યુવાનનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન

 ગિરગઢડા
  ભરત ગંગદેવ..
ડીસા નગરની રોટરી ક્લબ,ભારત વિકાસ પરિષદ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,બાર એસોસિએશન જેવી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ અગ્રણી વકીલ તેમજ નોટરી રાજુભાઈ ઠકકર (વકીલ)નો સુપુત્ર મીત ઠકકર પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર બનતાં ડીસા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો થયેલ છે.
   ડીસા શુભેચ્છક ગ્રુપના સર્વ જયંતિભાઈ ઓઢાવાળા,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,ઈશ્ર્વરભાઈ રાવળ,આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,લલીતભાઈ દોશી,દિનેશભાઈ ચોકસી,મહેશભાઈ મનવર, કમલેશભાઈ રાચ્છ, દિનેશભાઈ કવિરાજ સહિત સૌએ ડોક્ટર મીત ઠકકરનું સાલ,ભગવત ગીતા અને ફૂલછડીથી સન્માન કરી અભિનંદન આપ્યા હતા અને ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.રાજુભાઈ ઠકકરે (વકીલ) એમના પરિવાર વતી સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

IMG-20220425-WA0524.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *