હાર્દિક કાનાબાર પ્રાચી
આ આશ્રમમાં ૨૮મી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રાચી તીર્થ..
તાલાલા તાલુકાના ભીમ દેવળ અને અનીડા ગીર બંને ગામની વચ્ચે આવેલ પુરાણીક ભુલેશ્વર મહાદેવના સાનિધ્ય ની જગ્યા માં શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું
આ આશ્રમ ખાતે દર વર્ષે તુલસી વિવાહ અને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવે છે
ભાગવત સપ્તાહ માં ભુલેશ્વર ધામ આશ્રમ નાં મહંત કમલા ચરણ બાપુ ફલાહારી તેમજ તેમના સેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ ભાગવત સપ્તાહમાં આજુબાજુ ના ગામના ભીમદેવળ, અનિડા,આણંદપરા, રામપરા, ટોબરા તેમજ ટીબડી ગામના સહિતના સેવકો સેવા આપી રહ્યા છે બંને ટાઈમ સુંદર પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલ છે.
આ સપ્તાહ ના રસપાન શ્રી રમેશભાઈ ઓઝા ના કૃપાપાત્ર એવા શ્રી શાસ્ત્રી રવિશંકર રાવલ આણંદપરા વાળા પોતાના કંઠેથી રસપાન કરાવી રહ્યા છે.
ત્યારે આ ભાગવત સપ્તાહ માં આજુબાજુ ના વિસ્તાર ના અને તાલુકા ભરમાંથી ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ભક્તિમય માહોલ સાથે ભાગવત કથાનો લાભ લય રહ્યા છે..
ભાગવત સપ્તાહ માં દરેક સમાજના યુવાનો વડીલો દ્વારા આ કાર્યને દીપાવવા ખૂબ સહકાર આપવામાં આવી રહીયો છે.
તેમજ આ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ, નંદ ઉત્સ, ગોવર્ધન લીલા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ રોજ આયોજન થાય છે.


