તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગનું વિનામૂલ્યે વિતરણ કરેલ
—————————————————
તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી ના પ્રમુખ રાજુભાઈ બાલધા ની યાદીમાં જણાવવામાં આવે છે કે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા અનેક સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરે છે તે પૈકીની આગામી મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે તારીખ ૧૨-૧-૨૦૨૨ ને બુધવારના રોજ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાના બાળકોને વિનામૂલ્યે ૨૫૦૦ નંગ જેટલી પતંગ તેમજ ૫૦૦ નંગ જેટલા બ્યૂગલો વિના મૂલ્ય વિતરણ કરેલ અને બાળકોને શીખ પણ આપેલ કે પક્ષીઓ વહેલી સવારે તેમજ ઢળતી સાંજે બહાર નીકળતા હોવાથી પતંગ ઉડાડવી નહીં તેમજ કપાયેલ પતંગ લેવા માટે રોડ ઉપર દોડવું નહીં તેમજ ધાબા ઉપર પતંગ ઉડાડતા હોય ત્યારે ટિંગાવું નહિ તેમજ ઈલેક્ટ્રીક વાયર થી દૂર રહેવું જેથી કરીને અકસ્માતથી બચી શકીએ તેમજ હાલના કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી માસ્ક પહેરવું તેમજ સોશિયલનું ડિસ્ટન્સનું પાલન કરવું જેથી કરીને સંક્રમણથી બચી શકીએ અને મકરસંક્રાંતિ તહેવાર સારી રીતે ઊજવી શકીએ. આ પતંગ વિતરણ વ્યવસ્થામાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના નાના-મોટા તમામ કાર્યકર્તાઓએ વિતરણ કરી અને કાર્યક્રમને સફળ બનાવેલ




