જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત ના કર્મચારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો.
છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે સપોર્ટ એન્ડ રિક્રિએશન કલબ છોટાઉદેપુર દ્વારા આંતર વહીવટીય પાંખ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ નુ ઉદ્દઘાટન થયુ છે જેમાં ટી.ડી.ઓ દિપક ચૌધરી, ડી.ડી.ઓ ગંગા સિંગ ડી.વાય.એસ.પી એ. વી કાટકર પ્રાંત અધિકારી ઉમેશ શાહ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉમેશ રાઠવા ,વિરોધપક્ષ ના નેતા નગીન ભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા જે ક્રિકેટ ટુર્નામેન્ટ નુ ઉદ્દઘાટન તમામ અધિકારીઓ ના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરવામાં આવ્યુ આ ટુર્નામેન્ટ કેટલાક વર્ષો થી કરવામાં આવેછે જે કોરોના કાળ હોવાને કારણે છેલ્લા બે વર્ષ થી બંધ રાખવામાં આવી હતી અને પહેલી વાર તેજગઢ ખાતે નવનિર્માણ કરવામાં આવેલ છે અને તેજગઢ ખાતે રમત ગમત ના મેદાન માં ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે આજરોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે અને ઉદ્દઘાટન પણ થઈ ગયુ છે જેમાં ક્રિકેટ રસિયાઓ રમવા માટે થનગની રહ્યા છે જેમાં આદિજાતિ વિભાગ,આરોગ્ય વિભાગ,ફોરેસ્ટ વિભાગ,જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ વગેરે વિભાગની ટિમો ભાગ લેશે આજરોજ જિલ્લા પંચાયત અને જિલ્લા સેવા સદન વચ્ચે પ્રથમ મેચ રમાનાર છે એક ટીમ કુલ ચાર મેચ રમશે જેમાં ટોપ ચાર ટીમ ની વચ્ચે સેમી ફાઈનલ તથા ફાઈનલ મેચ રમાડવામાં આવશે તેજગઢ ગામમાં આ રોમાંચક રમત સતત 10 દિવસ સુધી ચાલશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


